ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asian Games 2023  : 72 વર્ષ પછી ભારતે રચ્યો ઇતિહાસ, સ્ટીપલચેઝમાં મળ્યો ગોલ્ડ મેડલ 

ભારતના સ્ટાર એથ્લેટ અવિનાશ સાબલે ( Avinash Sable) એ  ઈતિહાસ રચ્યો છે. તેણે હેંગઝોઉ એશિયન ગેમ્સ (Asian Games)માં 3000 મીટર સ્ટીપલચેસ (steeplechase)માં ભારત ( India) માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં આ પહેલો ગોલ્ડ છે. એશિયન ગેમ્સની શરૂઆત 1951માં...
07:57 PM Oct 01, 2023 IST | Vipul Pandya
ભારતના સ્ટાર એથ્લેટ અવિનાશ સાબલે ( Avinash Sable) એ  ઈતિહાસ રચ્યો છે. તેણે હેંગઝોઉ એશિયન ગેમ્સ (Asian Games)માં 3000 મીટર સ્ટીપલચેસ (steeplechase)માં ભારત ( India) માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં આ પહેલો ગોલ્ડ છે. એશિયન ગેમ્સની શરૂઆત 1951માં થઈ હતી અને ત્યારથી 3000 મીટર સ્ટીપલચેઝ (પુરુષો) સ્પર્ધા શરૂ થઈ હતી, પરંતુ ભારતના કોઈ એથ્લેટે તેમાં ગોલ્ડ જીત્યો ન હતો.
અવિનાશે 8:19:50ના સમય સાથે ગોલ્ડ જીત્યો
અવિનાશ સાબલેએ આ ઇંતેજારને ખતમ કર્યો છે. હેંગઝોઉ એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં એટલે કે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ ચોથો મેડલ છે. આ પહેલા કિરણ બાલિયાને મહિલાઓના શોટ પુટમાં બ્રોન્ઝ, કાર્તિક કુમારે પુરુષોની 10 હજાર મીટર રેસમાં સિલ્વર અને ગુલવીર સિંહે બ્રોન્ઝ જીત્યો હતો. અવિનાશે 8:19:50ના સમય સાથે ગોલ્ડ જીત્યો. જો કે, તેણે છેલ્લા 100 મીટરમાં જે સિદ્ધિ હાંસલ કરી તે આ રમતોના ઈતિહાસમાં આ પહેલા ભાગ્યે જ જોવા મળી હતી. 8:19:50નો સમય એશિયન ગેમ્સનો વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે.
 ભારતનો પ્રથમ મેડલ વિજેતા
અવિનાશ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં 3000 મીટર સ્ટીપલચેસ (પુરુષો)માં ભારતનો પ્રથમ મેડલ વિજેતા છે. તેણે 2022માં બર્મિંગહામમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે જ સમયે, તે એશિયન ગેમ્સમાં પુરુષોની 3000 સ્ટીપલચેસમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટ છે. તેણે છેલ્લી 100 મીટરની સ્પર્ધામાં બીજા સ્થાને રહેલા એથ્લેટ પર 4.25 સેકન્ડના માર્જિનથી જીત મેળવી હતી.
3000 મીટર સ્ટીપલચેસમાં ભારતનો આ પહેલો ગોલ્ડ 
અગાઉ પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસમાં અજિત સિંહે 1951ની દિલ્હી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો, દલુ રામે 1954ની મનિલા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો, ગુરમેજ સિંહે 1970 બેંગકોક એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો, ગુરમેજ સિંહે 1974માં તેહરાન એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો. સૈનીએ બેંગકોક એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યો, ગોપાલ સૈનીએ 1982 દિલ્હી એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યો, દીના રામે 1990 બેઇજિંગ એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યો, નવીમ કુમારે 2014 ઇંચિયોન એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો. હવે અવિનાશ સાબલે નવમો મેડલ વિજેતા છે. જોકે, 3000 મીટર સ્ટીપલચેસમાં ભારતનું આ પહેલો ગોલ્ડ છે.
સૌથી સફળ દેશ જાપાન
પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસમાં સૌથી સફળ દેશ જાપાન છે. તેણે 10 ગોલ્ડ જીત્યા છે. આ સાથે જ કતાર, બહેરીન અને પાકિસ્તાને બે-બે ગોલ્ડ જીત્યા છે. ભારત અને ઈરાનને એક-એક ગોલ્ડ મળ્યો છે.
આ પણ વાંચો----ASIAN GAMES 2023 : ભારતનો કમાલ યથાવત, કુલ 51 મેડલ જીત્યા 
Tags :
Asian Gamesasian games 2023athleteAvinash SableChinaGold MedalHangzhouIndiasteeplechase
Next Article