Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Recruitment : ભલે 12 પાસ હોવ પણ રેલવેમાં નોકરી કરવી છે, જલ્દી કરો અરજી

ભારતીય રેલ્વે રેલ્વે ભરતી બોર્ડ RRB એ ભરતી બહાર પાડી ઇચ્છુક ઉમેદવારો 21 સપ્ટેમ્બર 2024 થી 27 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે RRB એ 12 પાસ લોકો માટે આ જગ્યાઓ બહાર પાડી RRB Recruitment : ભારતીય રેલ્વે...
recruitment   ભલે 12 પાસ હોવ પણ રેલવેમાં નોકરી કરવી છે  જલ્દી કરો અરજી
  • ભારતીય રેલ્વે રેલ્વે ભરતી બોર્ડ RRB એ ભરતી બહાર પાડી
  • ઇચ્છુક ઉમેદવારો 21 સપ્ટેમ્બર 2024 થી 27 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે
  • RRB એ 12 પાસ લોકો માટે આ જગ્યાઓ બહાર પાડી

RRB Recruitment : ભારતીય રેલ્વે રેલ્વે ભરતી બોર્ડ RRB (RRB Recruitment)એ ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 21 સપ્ટેમ્બર 2024 થી 27 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. RRB એ 12 પાસ લોકો માટે આ જગ્યાઓ બહાર પાડી છે, જેમાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ટ્રેન ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક માટે ભરતી કરવામાં આવી રહી છે.

Advertisement

અંડરગ્રેજ્યુએટ ઇન્ટર લેવલ ભરતી 2024 માં, કુલ 3445 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી

ભારતીય રેલ્વેએ 21મી સપ્ટેમ્બરે આ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી, જેની છેલ્લી તારીખ 27મી ઓક્ટોબર હતી. RRB NTPC અંડરગ્રેજ્યુએટ ઇન્ટર લેવલ ભરતી 2024 માં, કુલ 3445 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. હવે તમે 29 ઓક્ટોબર સુધી અરજી કરી શકો છો. આ સિવાય ફોર્મમાં જો કોઈ પ્રકારનો સુધારો કરવો હોય તો તેના માટે 30 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સિવાય જો આપણે ઓનલાઈન અરજી માટેની ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને EWS માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. તે જ સમયે, SC, ST અને PH માટે 250 રૂપિયા અને મહિલાઓ માટે પણ 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો----Omar Abdullah ભાજપ સાથે સરકાર બનાવશે...? આ રહ્યા કારણો...

Advertisement

વય મર્યાદા શું છે?

  • ન્યૂનતમ ઉંમર - 18 વર્ષ
  • મહત્તમ ઉંમર - 33 વર્ષ
  • રેલ્વે ભરતી બોર્ડ RRB નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ એનટીપીસી હેઠળ ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ ભરતી જાહેરાત નંબર CEN 06/2024 ખાલી જગ્યા નિયમો અનુસાર ઉંમરમાં વધારાની છૂટછાટ પણ આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

  • સૌથી પહેલા RRBની ઓફિશિયલ સાઈટ પર જાઓ.
  • ત્યાં વેકેન્સી સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • આ માટે, પાત્રતા, આઈડી પ્રૂફ, સરનામું સહિત તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
  • આ માટે, સ્કેન કરેલા દસ્તાવેજો હોવા જોઈએ જેમાં ફોટો, સહી, આઈડી પ્રૂફ હશે.
  • અરજી સબમિટ કરતા પહેલા તમામ કૉલમ ધ્યાનથી વાંચો.
  • છેલ્લે ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લઇ લો.

આ પણ વાંચો---Haryana :"નામ...જલેબી બાઇ " કામ થઇ ગયું BJPનું..જાણો માતુરામની જલેબીનો ભાવ

Advertisement

Tags :
Advertisement

.