ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Railway : હવે 120ની જગ્યાએ 60 દિવસ પહેલા જ કરાવી શકશો એડવાન્સ બુકિંગ

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો 1 નવેમ્બર, 2024 નવો નિયમ અમલમાં હવે વેઇટિંગ ટિકિટ માટે કન્ફર્મ થવાની શક્યતાઓ પણ ઓછી Indian Railway : ભારતીય રેલવે...
02:48 PM Oct 17, 2024 IST | Vipul Pandya
ticket booking rules

Indian Railway : ભારતીય રેલવે (Indian Railway)એ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો. રેલવે મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે એડવાન્સ રિઝર્વેશનની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. તેનાથી લોકોને એડવાન્સમાં ટિકિટ બુક કરાવવા માટે ઓછો સમય મળશે.

1 નવેમ્બર, 2024 નવો નિયમ અમલમાં

રેલવેએ આ નોટિફિકેશનમાં કહ્યું છે કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની વર્તમાન સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવશે. જો કે, 31 ઓક્ટોબર, 2024 સુધી 120 દિવસની ARP હેઠળ કરાયેલી તમામ બુકિંગ અકબંધ રહેશે. નવો નિયમ નવેમ્બરથી કરાયેલા બુકિંગ પર લાગુ થશે.

તાજ જેવી ટ્રેનોને નિયમો લાગુ પડતા નથી

રેલવેએ એમ પણ કહ્યું છે કે તાજની જેમ દિવસના અમુક જ દિવસોમાં દોડતી એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરેમાં એડવાન્સ રિઝર્વેશન માટેની સમય મર્યાદા ઓછી છે. આ સિવાય વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો---Bihar માં સર્જાયો લઠ્ઠાકાંડ, 28ના મોત તો અનેક ગંભીર

સમય મર્યાદાના 60 દિવસમાં મુસાફરીના દિવસનો પણ સમાવેશ

રીલીઝ મુજબ, ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ માટેની સમય મર્યાદા ઘટાડી દીધી છે, અને 1 નવેમ્બર, 2024 પછી, ટ્રેન ટિકિટની એડવાન્સ બુકિંગ માત્ર 60 દિવસ આગળ થઈ શકશે. એટલું જ નહીં, સમય મર્યાદાના 60 દિવસમાં મુસાફરીના દિવસનો પણ સમાવેશ કરવામાં આવશે. રેલવે અનુસાર, આ બદલાયેલ નિયમ 31 ઓક્ટોબર, 2024 સુધી બુક કરાયેલી ટિકિટોને અસર કરશે નહીં, જો કે, ARPના 60 દિવસથી વધુની બુકિંગને રદ કરવાની મંજૂરી આપવામાં આવશે.

હવે વેઇટિંગ ટિકિટ માટે કન્ફર્મ થવાની શક્યતાઓ પણ ઓછી

અત્યાર સુધી લોકોને 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાની તક મળતી હતી. જેના કારણે સમયસર ટીકીટ બુક થઇ શકતી હતી અને વેઇટીંગ ટીકીટ કન્ફર્મ થવા માટે પુરતો સમય મળતો હતો પરંતુ 60 દિવસની સમય મર્યાદાને કારણે અચાનક બુકીંગ માટે ધસારો જોવા મળશે. વેઇટિંગ ટિકિટ માટે કન્ફર્મ થવાની શક્યતાઓ પણ ઓછી હશે.

રેલવે દલાલો સામે પણ સતત કાર્યવાહી

ટિકિટ બુકિંગને સરળ બનાવવા અને દરેકને ટિકિટ મળી રહે તે માટે રેલવે દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ટિકિટ બુક કરાવનારાઓ સામે રેલવે પણ સતત અભિયાન ચલાવે છે. રેલવેનું ધ્યાન સુવિધાઓને વધુ સરળ બનાવવા પર છે.

આ પણ વાંચો---MP : "પાકિસ્તાન ઝિંદાબાદ.." બોલનારા આરોપીને કોર્ટે આપી અનોખી સજા

Tags :
Confirmed TicketIndian RailwaysMinistry of RailwaysNotification of Ministry of RailwaysRailway ticket bookingticket booking rulesTime limit for advance reservationWaiting Ticket
Next Article