Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

America: કોણ છે વિવેક રામાસ્વામી..? જે બની શકે અમેરિકાના રાષ્ટ્રપતિ..!

જો બધુ સમુસુતરું પાર પડયું તો આવનારા સમયમાં ભારતી મૂળ (Indian-origin) ના 38 વર્ષીય વિવેક રામાસ્વામી (Vivek Ramaswamy) અમેરિકાના રાષ્ટ્રપતિ (President of America) પણ હોઇ શકે છે. વ્યવસાયે બિઝનેસમેન વિવેક રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં ભારતીય મૂળના પરિવારમાં થયો હતો. તેણે...
12:19 PM Aug 18, 2023 IST | Vipul Pandya
જો બધુ સમુસુતરું પાર પડયું તો આવનારા સમયમાં ભારતી મૂળ (Indian-origin) ના 38 વર્ષીય વિવેક રામાસ્વામી (Vivek Ramaswamy) અમેરિકાના રાષ્ટ્રપતિ (President of America) પણ હોઇ શકે છે. વ્યવસાયે બિઝનેસમેન વિવેક રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં ભારતીય મૂળના પરિવારમાં થયો હતો. તેણે હાર્વર્ડ કોલેજમાંથી બાયોલોજીમાં સ્નાતક થયા અને પછી યેલ લો સ્કૂલમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. તેઓ તેમના ભાષણ માટે પ્રખ્યાત છે અને તેમને એલોન મસ્ક જેવા દિગ્ગજનું પણ સમર્થન મળ્યું છે.
ટેસ્લાના માલિક અને દિગ્ગજ બિઝનેસમેન એલોન મસ્ક દ્વારા પણ ટેકો મળ્યો
અમેરિકાના ઘણા રાજ્યોના ગવર્નરો ભારતીય મૂળના છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ભારતીય મૂળના છે. દરમિયાન હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આવનારા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પણ ભારતીય મૂળના વ્યક્તિ બની શકે છે. ભારતીય મૂળના વિવેક રામાસ્વામી રિપબ્લિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં છે. એટલું જ નહીં, હવે તેમને ટેસ્લાના માલિક અને દિગ્ગજ બિઝનેસમેન એલોન મસ્ક દ્વારા પણ ટેકો મળ્યો છે. જો 38 વર્ષીય વિવેક રામાસ્વામી ઉમેદવાર બનશે તો તેઓ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી યુવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે.
રામાસ્વામી અને અન્ય રિપબ્લિકન હરીફો આવતા અઠવાડિયે કરશે ચર્ચા
અમેરિકાના દિગ્ગજ રાજકીય વિશ્લેષક ટકર કાર્લસને તેમનો એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે તેમના મંતવ્યો સાંભળવા યોગ્ય છે. આ શેર કરતાં એલોન મસ્કે લખ્યું, 'તે આશાસ્પદ ઉમેદવાર લાગે છે'. રામાસ્વામી અને અન્ય રિપબ્લિકન હરીફો આવતા અઠવાડિયે ચર્ચાની તૈયારી કરી રહ્યા છે. રિપબ્લિકન મિલવૌકી, વિસ્કોન્સિનમાં જુલાઈ 15-18, 2024 દરમિયાન તેમના પક્ષના આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ઔપચારિક રીતે પસંદ કરવા માટે મળશે. વિવેક રામાસ્વામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને રોન ડીસેન્ટિસ સામે ટકરાશે.
રોન ડીસેન્ટિસે પોતે રામાસ્વામીને તેમના માટે ખતરો ગણાવ્યા
એક સર્વે અનુસાર અત્યાર સુધી 53 ટકા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં જોવા મળ્યા છે. આ સિવાય 15 ટકા લોકો રોન ડીસેન્ટિસના સમર્થનમાં છે અને 7 ટકા લોકોએ વિવેક રામાસ્વામીને સમર્થન આપ્યું છે. રોન ડીસેન્ટિસે પોતે રામાસ્વામીને તેમના માટે ખતરો ગણાવ્યા છે. વિવેક રામાસ્વામીની પણ તેમના ભાષણો માટે ખૂબ વખાણ થાય છે. તેઓ સ્પષ્ટ બોલતા વક્તા તરીકે જાણીતા છે. વ્યવસાયે બિઝનેસમેન વિવેક રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં ભારતીય મૂળના પરિવારમાં થયો હતો. તેણે હાર્વર્ડ કોલેજમાંથી બાયોલોજીમાં સ્નાતક થયા અને પછી યેલ લો સ્કૂલમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે.
આ પણ વાંચો---MALAYSIA PLANE CRASH : મલેશિયામાં ચાર્ટર પ્લેન ક્રેશ થઈ કાર-બાઈક સાથે અથડાયું, 10 લોકોના મોત, VIDEO
Tags :
elon muskindian originPresident of AmericaRepublican PartyUS presidential candidateVivek Ramaswamy
Next Article