Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Economy: ભારતના વિકાસ પર વિશ્વ બેંકની મહોર, ભારતીય અર્થવ્યવસ્થાના કર્યા ભરપૂર વખાણ

Indian Economy: ભારતના વિકાસની અત્યારે વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહીં છે. ભારતીય અર્થવ્યવસ્થા ખુબ જ ઝડપ વિકાસ કરી રહીં છે. વિશ્વ બેંકે પણ ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)ને લઈને પોતાની મંજૂરી આપી દીધી છે. તમામ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ...
indian economy  ભારતના વિકાસ પર વિશ્વ બેંકની મહોર  ભારતીય અર્થવ્યવસ્થાના કર્યા ભરપૂર વખાણ

Indian Economy: ભારતના વિકાસની અત્યારે વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહીં છે. ભારતીય અર્થવ્યવસ્થા ખુબ જ ઝડપ વિકાસ કરી રહીં છે. વિશ્વ બેંકે પણ ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)ને લઈને પોતાની મંજૂરી આપી દીધી છે. તમામ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ભારતીય જીડીપીના વૃદ્ધિ દરનો અંદાજ બહાર પાડવામાં આવ્યા બાદ હવે વિશ્વ બેંકે પણ તેને મંજૂરી આપી દીધી છે. વિશ્વ બેંકે સોમવારે કહ્યું કે, એશિયન અર્થવ્યવસ્થાનો વિકાસ દર ગયા વર્ષના 5.1 ટકાની સરખામણીએ વર્ષ 2024માં ધીમો પડીને 4.5 ટકા રહેવાની ધારણા છે. આનો અર્થ એ છે કે એશિયન દેશોનો સરેરાશ વિકાસ દર 5 ટકાથી નીચે રહેશે. બીજી તરફ, ભારતનો જીડીપી ગ્રોથ આશરે 7 ટકા રહેવાનો અંદાજ છે.

Advertisement

વિશ્વ બેંકે ભારતીય અર્થવ્યવસ્થાના કર્યા વખાણ

તમને જણાવી દઈએ કે, વિશ્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, એશિયાઈ દેશોની અર્થવ્યવસ્થાઓ આ વર્ષે એટલી સારી કામગીરી કરી રહી નથી જેટલી તેઓ કરી શકે છે. દેવું, વેપાર અવરોધો અને નીતિની અનિશ્ચિતતાઓ આ ક્ષેત્રની આર્થિક ગતિશીલતાને નબળી બનાવી રહી છે. સરકારોએ નબળા સામાજિક સુરક્ષા માળખા અને શિક્ષણમાં ઓછા રોકાણ જેવી લાંબા ગાળાની સમસ્યાઓને દૂર કરવા માટે તેમના પ્રયાસો વધારવાની જરૂર છે.

વિશ્વની તુલનામાં ભારતનું પ્રદર્શન ખુબ જ સારું રહ્યું

વિશ્વ બેંકે કહ્યું કે, એશિયાની અર્થવ્યવસ્થાઓ રોગચાળા પહેલા કરતાં વધુ ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ આ ગતિ પણ વિશ્વના અન્ય ભાગો કરતાં વધુ છે. આ વર્ષે વસ્તુઓ અને સેવાનો વેપાર 2.3 % નો વધારો થવાનો અંદાજ છે અને કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો પણ આમાં મદદ કરશે. વિશ્વ બેંકના પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રના મુખ્ય અર્થશાસ્ત્રી આદિત્ય મટ્ટુએ આ બાબતે જણાવ્યું કે, 'આ અહેવાલ દર્શાવે છે કે એશિયાઈ ક્ષેત્ર બાકીના વિશ્વની તુલનામાં સારું પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ તે તેની સંભવિતતાથી થોડું ઓછું છે.'

Advertisement

ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ઘટી હોવાની ધારણા

અર્થશાસ્ત્રી આદિત્ય મટ્ટુએ વધુમાં કહ્યું કે, આ નબળા દેખાવનું એક મોટું કારણ એ છે કે એશિયન દેશોની અગ્રણી કંપનીઓએ જે ભૂમિકા ભજવવી જોઈએ તે ભજવી રહી નથી. આ સિવાય ચીનની અર્થવ્યવસ્થાની ધીમી ગતિ પણ જોખમ ઉભી કરી રહી છે. IMFએ અનુમાન લગાવ્યું છે કે 2024માં ચીનની અર્થવ્યવસ્થાની ગતિ 4.6 ટકા રહેવાની ધારણા છે.

દેશનો વિકાસ દર 8 ટકાની આસપાસ રહેવાની ધારણા

વધુ વિગતે વાત કરવામાં આવે તો IMFએ 2024માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે અગાઉ 6.3 ટકા રહેવાનો અંદાજ હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો વિકાસ દર 8 ટકાની આસપાસ રહેવાની ધારણા છે. વિશ્વ બેંકે પણ ભારતનો આર્થિક વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

Advertisement

આ પણ વાંચો: Bangladesh : તમારી પત્નીની સાડી કેમ સળગાવતા નથી ? શેખ હસીનાનો કટાક્ષ
આ પણ વાંચો: Taliban Vows For Women: અફઘાનમાં મહિલાઓની હાલત થશે વધુ દુ:ખદાયક, જાહેરમાં પથ્થર મરાશે
આ પણ વાંચો: United Nations : જર્મની-અમેરિકા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલની ધરપકડ પર કહી આ વાત
Tags :
Advertisement

.