Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય ક્રિકેટ ટીમે સર્જ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સમાં પ્રથમ જ પ્રયાસમાં હાસિલ કર્યો "ગોલ્ડ"

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં મેલ ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. પરંતુ ICC T20 રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે, જ્યારે...
ભારતીય ક્રિકેટ ટીમે સર્જ્યો ઇતિહાસ  એશિયન ગેમ્સમાં પ્રથમ જ પ્રયાસમાં હાસિલ કર્યો  ગોલ્ડ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં મેલ ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. પરંતુ ICC T20 રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે, જ્યારે અફઘાનિસ્તાન 10મા સ્થાને છે. આ રીતે ભારતની રેન્કિંગ અફઘાનિસ્તાન કરતાં સારી હોવાના કારણે ભારતીય ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવી છે. ભારત બાંગ્લાદેશને સેમી ફાઇનલમાં હરાવ્યા બાદ એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચ્યું હતું અને સામે તરફ અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે સેમી ફાઇનલમાં વિજય મેળવ્યો હતો અને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમનો પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેવા આવી હતી. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ ઈતિહાસ રચ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. અગાઉ 2010માં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો અને 2014માં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ સતત ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી હતી અને ત્રીજા અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

Advertisement

ભારતીય કેપ્ટને ટોસ જીત્યો હતો

મેચમાં ભારતીય કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદના કારણે મેચ રોકાઈ ત્યારે અફઘાનિસ્તાને 18.2 ઓવરમાં પાંચ વિકેટે 112 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ થઈ શકી ન હતી.

Advertisement

આવી રહી હતી અફઘાનિસ્તાનની ઇનિંગ્સ 

અફઘાનિસ્તાનની ઇનિંગ્સની વાત કરીએ તો શાહિદુલ્લા કમલે સૌથી વધુ અણનમ 49 રન બનાવ્યા હતા. કેપ્ટન ગુલબદ્દીન નાયબ 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. અફસર જઝાઈએ 15 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. ઝુબેદ અકબરી પાંચ રન બનાવીને અને મોહમ્મદ શહઝાદ ચાર રન બનાવીને આઉટ થયા હતા. નૂર અલી ઝદરાન અને કરીમ જનાતે એક-એક રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહ, શિવમ દુબે, શાહબાઝ નદીમ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો --ઈરફાન પઠાણે ધોની વિશે કરી નાખી આવી વાત, સચિન અને બિરયાનીનો રસપ્રદ કિસ્સો પણ કર્યો શેર

Tags :
Advertisement

.