Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World News : ભારતીય નાગરિકોએ તિરંગો લહેરાવ્યો અને કહ્યું- ખાલિસ્તાની શીખ નથી

કેનેડાના ટોરોન્ટોમાં ખાલિસ્તાન તરફી વિરોધ સામે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પહોંચ્યા હતા. હાથમાં ત્રિરંગો લઈને તેમણે આ રેલીનો વિરોધ કર્યો અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા. તેઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ...
world news   ભારતીય નાગરિકોએ તિરંગો લહેરાવ્યો અને કહ્યું  ખાલિસ્તાની શીખ નથી

કેનેડાના ટોરોન્ટોમાં ખાલિસ્તાન તરફી વિરોધ સામે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પહોંચ્યા હતા. હાથમાં ત્રિરંગો લઈને તેમણે આ રેલીનો વિરોધ કર્યો અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા. તેઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં પ્લેકાર્ડ પર 'ખાલિસ્તાની શીખ નહીં હોતે' ના નારા લખવામાં આવ્યા હતા.

Advertisement

ભારતીયોના દેખાવો અને સૂત્રોચ્ચાર સામે ખાલિસ્તાનીઓની રેલી ઉમટી પડી હતી. વિરોધ દરમિયાન બંને પક્ષના સમર્થકો સામસામે જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ 8 જુલાઈએ અમેરિકા, બ્રિટન અને કેનેડામાં 'કીલ ઈન્ડિયા' રેલી કાઢવાની જાહેરાત કરી હતી.

Advertisement

ભારતે કેનેડાના રાજદૂતને બોલાવ્યા

ભારતે સોમવારે (10 જુલાઈ) નવી દિલ્હીમાં કેનેડિયન રાજદૂતને બોલાવ્યા છે અને કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની વધતી ગતિવિધિઓ પર ડિમાર્ચ જારી કર્યો છે. વાસ્તવમાં ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટન, અમેરિકા અને કેનેડામાં ભારત વિરુદ્ધ રેલીનું આયોજન કર્યું છે. 'કિલ ઈન્ડિયા' બેનર હેઠળ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની આડમાં યોજાઈ રહેલી આ રેલીઓનો હેતુ ખાલિસ્તાની પ્રચારના નામે ફંડ એકઠું કરવાનો અને શીખ યુવાનોને આકર્ષવાનો છે.

Advertisement

Tags :
Advertisement

.