ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાયુસેનાએ હેવી ડ્રોપ સિસ્ટમનું કર્યું સફળ પરિક્ષણ, જાણો શું છે Heavy Drop System

રક્ષા નિર્માણમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ દેશન મોટી સફળતા મળી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસિત P7 હેવી ડ્રોપ સિસ્ટમની મદદથી હવે યુદ્ધના મેદાનમાં સાત ટન સુધીના વજનના સાધન સંરંજામને પેરાશૂટની મદદથી સરળતાથી પહોંચાડી શકાય છે. ભારતીય...
01:14 PM Aug 19, 2023 IST | Viral Joshi

રક્ષા નિર્માણમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ દેશન મોટી સફળતા મળી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસિત P7 હેવી ડ્રોપ સિસ્ટમની મદદથી હવે યુદ્ધના મેદાનમાં સાત ટન સુધીના વજનના સાધન સંરંજામને પેરાશૂટની મદદથી સરળતાથી પહોંચાડી શકાય છે. ભારતીય વાયુસેનાએ હાલમાં DRDO ની સહયોગી યૂનિટ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા ડિઝાઈન અને વિકસિત હેવી ડ્રોપ સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું.

શું છે Heavy Drop System?

હેવી ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ સાત ટન વજન વર્ગના સૈન્ય ભંડાર જેવા કે વાહન, ગોળા-બારૂદ, ઉપકરણોને પેરાશૂટથી નીચે ઉતારવા માટે કરવામાં આવે છે. IL-76 વિમાન માટે હેવી ડ્રોપ સિસ્ટમ (P7 HDS) માં એક પ્લેટફોર્મ અને વિશેષ પેરાશૂટ સિસ્ટમ સામેલ હોય છે. પેરાશૂટ સિસ્ટમ એક મલ્ટિ-સ્ટેજ પેરાશૂટ સિસ્ટમ છે જેમાં પાંચ મુખ્ય કૈનોપી, પાંચ બ્રેક શૂટ, બે સહાયક શૂટ, એક એક્સટ્રેક્ટર પેરાશૂટ સામેલ છે.

આનું પ્લેટફોર્મ એલ્યૂમિનિયમ અને સ્ટીલના મિશ્રણથી બનેલી એક ધાતુની સંરચના છે. આ સિસ્ટમને 100% સ્વદેશી સંસાધનો સાથે સફળતાપૂર્વક વિકસિત કરવામાં આવી છે. P7 HDS ને સેનામાં સામેલ કરી લેવામાં આવી છે. P7 હેવી ડ્રોપ સિસ્ટમનું નિર્માણ L&T કંપની કરી રહી છે જ્યારે તેના માટે પેરાશૂટનું નિર્માણ ઓર્ડનેંસ ફેક્ટરી કરી રહી છે.

કેવું હશે પેરાશૂટ

પેરાશૂટ પર તેલ અને પાણીની કોઈ અસર થતી નથી અને તેને લાંબો સમય સુધી ઉપયોગ પણ કરવામાં આવે છે. DRDO ઘણાં સમયથી આ સિસ્ટમને બનાવવાની તૈયારી કરી રહ્યું હતુ. ગત વર્ષે લગભગ પાંચ વર્ષોથી હેવી ડ્રોપ સિસ્ટમનું પરિક્ષણ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : જેલમાં બંધ સુકેશે દિલ્હીના એલજીને લખ્યો પત્ર, કેજરીવાલ પર મેડિકલ કંપની સાથે મિલિભગતનો આરોપ

Tags :
DRDOHeavy Drop SystemIndian Air ForceParachute
Next Article