Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતને 10 વર્ષ પછી મળશે નવો ઝહીર ખાન, બાંગ્લાદેશ સામે અગ્નિ પરીક્ષા!

ભારતને 10 વર્ષ પછી મળશે નવો ઝહીર ખાન બાંગ્લાદેશ સામે આ બોલરની અગ્નિ પરીક્ષા! ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ રમશે IND vs BAN:ઝહીર ખા(Zaheer Khan)ને તેની છેલ્લી ટેસ્ટ મેચ 2014માં ભારત માટે રમી હતી. આ લેફ્ટ આર્મ બોલરે...
10:41 AM Sep 15, 2024 IST | Hiren Dave

IND vs BAN:ઝહીર ખા(Zaheer Khan)ને તેની છેલ્લી ટેસ્ટ મેચ 2014માં ભારત માટે રમી હતી. આ લેફ્ટ આર્મ બોલરે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને તેણે ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયા માટે ઘણા યાદગાર સ્પેલ કર્યા હતા. ઝહીરની નિવૃત્તિ બાદ લાંબા સમયથી કોઈ ડાબોડી બોલર ભારત તરફથી રમ્યો નથી. જો કે હવે એવું લાગી રહ્યું છે કે 10 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા(Team India)ને યશ દયાલ(Yash Dayal)ના રૂપમાં ઝહીર ખાનનું રિપ્લેસમેન્ટ મળી શકે છે.

ભારતને મળી શકે છે ઝહીર ખાનનું રિપ્લેસમેન્ટ

ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી ઘરઆંગણે બાંગ્લાદેશ (IND vs BAN) સામે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ શ્રેણીમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દુલીપ ટ્રોફી (Duleep Trophy)2024માં શાનદાર પ્રદર્શન કરનાર દયાલ ભારતીય ટીમ માટે ઝહીર ખાનની ખાલીપો ભરી શકે છે. જયદીપ ઉનડકટ અને ટી નટરાજન જેવા ખેલાડીઓ અત્યાર સુધી ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં જોવા મળ્યા છે. પરંતુ તે લાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરી શક્યો ન હતો. જોકે હવે એવું લાગી રહ્યું છે કે યશ દયાલ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા માટે લાંબો સમય રમી શકે છે. દયાલ ભારતીય ટીમમાં સિનિયર બોલર જસપ્રીત બુમરાહની સાથે પ્લેઈંગ ઈલેવનમાં રમતા જોવા મળી શકે છે.

આ પણ  વાંચો -Diamond League : Final માં Neeraj Chopra 1 સેન્ટિમીટરથી ચૂક્યો ગોલ્ડ

દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન

યશ દયાલે દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં ઈન્ડિયા B માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈન્ડિયા A સામે પ્રથમ દાવમાં 1 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેણે 12 ઓવરના સ્પેલમાં 50 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન દયાલે મયંક અગ્રવાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલને નિશાન બનાવ્યા હતા.

આ પણ  વાંચો -IND vs PAK Match: હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આ ખેલાડીએ કર્યું કમાલ

રિંકુ સિંહે માર્યા હતા 5 સિક્સ

જોકે, IPL 2023 યશ દયાલ માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. KKR વતી રિંકુ સિંહે યશ દયાલની છેલ્લી ઓવરમાં સતત 5 બોલમાં 5 સિક્સર ફટકારીને બોલરનો આત્મવિશ્વાસ ઓછો કર્યો હતો. પરંતુ તેણે હાર ન માની અને ફરીથી વાપસી કરી અને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી.

Tags :
after 10 yearsDuleep Trophy 2024IND Vs BANindiancriketnew Zaheer KhanTeam IndiaYash DayalZaheer Khan
Next Article