Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

INDvsWI t20 : ભારતે વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે પરાજય આપી સિરિઝમાં કરી બરાબરી

ખેલજગતમાંથી આજે ભારત માટે બે સારા સમાચાર આવ્યા છે. એકતરફ ભારતીય હોકી ટીમે મલેશિયાને 4-3 થી પરાજય આપી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ચોથી વખત જીત્યો છે જ્યારે બીજી તરફ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી ટી20 મેચમાં 9 વિકેટે શાનદાર જીત...
11:53 PM Aug 12, 2023 IST | Viral Joshi

ખેલજગતમાંથી આજે ભારત માટે બે સારા સમાચાર આવ્યા છે. એકતરફ ભારતીય હોકી ટીમે મલેશિયાને 4-3 થી પરાજય આપી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ચોથી વખત જીત્યો છે જ્યારે બીજી તરફ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી ટી20 મેચમાં 9 વિકેટે શાનદાર જીત મેળવી છે.

સિરિઝ 2-2થી બરાબર

શનિવારે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રિઝનલ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને જીત માટે 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને તેણે 18મી ઓવરમાં હાંસલ કરી લીધો. આ જીતની સાથે ભારતે પાંચ મેચોની સિરિઝમાં 2-2 થી બરાબરી કરી લીધી છે. બંને ટીમો વચ્ચે સિરિઝનો નિર્ણાયક મુકાબલો રવિવારે રમાશે.

જીતના હીરો જયસ્વાલ અને ગીલ

ભારતીય ટીમની જીતના હીરો ઓપનર બેટ્સમેન યશશ્વી જયસ્વાલ અને શુભમન ગીલ રહ્યાં ગીલ અને યશશ્વીએ 15.3 ઓવરમાં 165 રનની ભાગીદારી નોંધાવી. ગીલે 47 બોલ પર 77 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. યશશ્વી જયસ્વાલે માત્ર 51 બોલમાં અણનમ 84 રન બનાવ્યા જેમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા.

સિરિઝમાં શાનદાર કમબેક

સિરિઝમાં એક વખતે 0-2થી પાછળ રહી ગયેલી ભારતીય ટીમે શાનદાર કમબેક કરી ત્રીજી અને ચોથી ટી20 જીતી સિરિઝમાં લીડ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમની નજર છેલ્લી મેચ જીતીને સિરિઝ પોતાના નામે કરવા પર હશે.

આ પણ વાંચો : ASIAN CHAMPIONS TROPHY 2023 : ભારતે ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Next Article