Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત-યુએસ સંયુક્ત રીતે લાંબા અંતરની તોપો અને જેટ એન્જિનનું ઉત્પાદન કરશે, બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ

બંને દેશોના અધિકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલા ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) પર પહેલ હેઠળ જેટ એન્જિન, લાંબા અંતરની આર્ટિલરી ગન અને પાયદળ વાહનોના સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા કરી હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને...
08:37 AM May 20, 2023 IST | Hardik Shah

બંને દેશોના અધિકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલા ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) પર પહેલ હેઠળ જેટ એન્જિન, લાંબા અંતરની આર્ટિલરી ગન અને પાયદળ વાહનોના સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા કરી હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને યુએસ NSA જેક સુલિવાને આ વર્ષની શરૂઆતમાં ICET લોન્ચ કર્યું હતું.

પેન્ટાગોન ખાતે ભારતના સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે સાથેની બેઠકમાં, યુએસ નાયબ સંરક્ષણ સચિવ કેથલીન હિક્સે બંને દેશોના સંરક્ષણ ક્ષેત્ર વચ્ચે ICET હેઠળ જેટ એન્જિન, લાંબા અંતરની આર્ટિલરી અને પાયદળ વાહનોના સહ-ઉત્પાદન માટેની દરખાસ્તો પર ચર્ચા કરી જે બંન્ને દેશોના સંબંધોને મજબૂત કરવાની 'અભૂતપૂર્વ તક'.

પેન્ટાગોનના પ્રવક્તા એરિક પાહોને જણાવ્યું હતું કે, બંને અધિકારીઓએ સંરક્ષણ ઔદ્યોગિક સહકારને વિસ્તારવા અને ઓપરેશનલ ભાગીદારી વિસ્તારવા સહિત ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા માટેની પ્રાથમિકતાઓની ચર્ચા કરી હતી. પહોને કહ્યું કે હિક્સે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો.

આ પણ વાંચો - US અધિકારીના મતે ભારતીયોને ‘ગ્રીન કાર્ડ’ માટે લાંબી રાહ જોવા પાછળ શું છે કારણ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – રવિ પટેલ

Tags :
india - us relationsindia to jointly develop a new battle tankprince williamprince william and kate middleton weddingprince william interviewusa and india will jointly make jet engines
Next Article