Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે કર્યું ખતરનાક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ, ટાર્ગેટને એક સાથે તોડી પાડવા સક્ષમ

ભારતની સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ અને ડીઆરડીઓએ મળીને ઓડિશાના ડૉ.એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર અગ્નિ પ્રાઈમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. પરિક્ષણ સાત જૂન 2023ની સાંજે સાડા સાત વાગ્યે કરવામાં આવ્યું. આ પહેલા જ આ વિસ્તારમાં નો ફ્લાઈ ઝોન જાહેર કરી...
ભારતે કર્યું ખતરનાક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ  ટાર્ગેટને એક સાથે તોડી પાડવા સક્ષમ

ભારતની સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ અને ડીઆરડીઓએ મળીને ઓડિશાના ડૉ.એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર અગ્નિ પ્રાઈમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. પરિક્ષણ સાત જૂન 2023ની સાંજે સાડા સાત વાગ્યે કરવામાં આવ્યું. આ પહેલા જ આ વિસ્તારમાં નો ફ્લાઈ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

Advertisement

અગ્નિ પ્રાઈમ મિસાઈલની ખાસિયત

Advertisement

તેને અગ્નિ-Pના નામથી પણ ઓળખવામાં છે. આ અગ્નિ સીરીઝની નવી પેઢીની મિસાઈલ છે. જેની રેન્જ એકથી બે હજાર કિલોમીટર છે. 34.5 ફૂટ લાંબી મિસાઈલ પર એક કે મલ્ટીપલ ઈન્ડેપેડન્ટલી ટારગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ વૉરહેડ લગાવી શકે છે.

આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ

Advertisement

MIRV એટલે એક જ મિસાઈલથી ઘણા ટારગેટ્સ પર હુમલો કરી શકાય છે. આ મિસાઈલ ઉચ્ચ તીવ્રતાવાળા વિસ્ફોટક, થર્મોબેરિક કે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. મિસાઈલના નાક પર 1500થી 3000 કિલોગ્રામ વજનના વૉરહેડ લગાવી શકાય છે. આ બે સ્ટેજના રૉકેટ મોટર પર ચાલનારી મિસાઈલ છે.

ત્રીજું સ્ટેજ દુશ્મન માટે ખતરાની ઘંટી

ત્રીજું સ્ટેજ MaRV છે એટલે કે, મેન્યૂવરેબલ રીએન્ટ્રી વ્હીકલ. ત્રીજા સ્ટેજને બીજાથી નિયંત્રિત કરીને દુશ્મનના ટારગેટ પર સટીક હુમલો કરી શકાય છે. તેને બીઈએમએલ-ટટ્રા ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લૉન્ચરથી છોડવામાં આવે છે. તેને ત્યારે બનાવાઈ જ્યારે ચીને ડીએફ-12ડી અને ડીએફ-26બી મિસાઈલો બનાવી. માટે ભારતે એરિયા ડિનાયલ વેપન તરીકે આ મિસાઈલને બનાવી.

આપણ  વાંચો-બિહાર : 24 કલાકથી બ્રિજના પિલરમાં ફસાયો 12 વર્ષનો કિશોર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Tags :
Advertisement

.