Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup INDvsPAK : અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલાઈ શકે છે, જાણો કારણ

World Cup 2023 INDvsPAK : World Cup માં ભારત-પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં (Ahmedabad) મેચ રમાવાની છે. ભારતના (India) કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન (Pakistan) સામેની આ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે રોમાંચ જોવા મળ્યો છે પણ આ...
12:29 PM Jul 26, 2023 IST | Viral Joshi

World Cup 2023 INDvsPAK : World Cup માં ભારત-પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં (Ahmedabad) મેચ રમાવાની છે. ભારતના (India) કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન (Pakistan) સામેની આ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે રોમાંચ જોવા મળ્યો છે પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યાં છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ મેચની તારીખ બદલવા પર વિચાર કરી રહી છે.

સુરક્ષા એજન્સીની તારીખ બદલવાની સલાહ

15મી ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં (Gujarat) નવરાત્રિ (Navratri) દરમિયાન ભવ્ય રાસ-ગરબાનું આયોજન થાય છે. અમદાવાદમાં પણ નવરાત્રિના મોટા આયોજનો થાય છે અને તેમાં લોકો પણ ભારે ઉત્સાહ સાથે જોડાય છે પણ એવામાં સુરક્ષા એજન્સીઓએ BCCI ને આ મેચ રિશેડ્યૂલ કરવાની સલાહ આપી છે.

ક્રિકેટ રસીકોને પડશે ફટકો

જો મેચની તારીખ બદલવામાં આવશે તો એ ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો હશે જેમણે ફ્લાઈટ અને હોટેલના રૂમ્સ એડવાન્સ બુક કરાવી લીધાં છે. ભારત-પાકિસ્તાનની (IND vs PAK) મેચ જોવા માટે દેશના દરેક ખુણેથી ક્રિકેટ રસિકો અમદાવાદ પહોંચવાના છે.

BCCI અન્ય વિકલ્પ વિચારી રહ્યું છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI ને સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઈલ મેચ માટે લાખો લોકો અમદાવાદ પહોંચવાના છે અને આવી સ્થિતિમાં સાથે નવરાત્રિ પણ હોવાથી આ મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે છે. બોર્ડ પોતાની પાસેના દરેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે અને આ મુદ્દે જલ્દી જ નિર્ણય આવી શકે છે.

BCCIની બેઠકમાં નવી તારીખ નક્કી થઈ શકે છે

મંગળવારે રાત્રે BCCI સચિવ જય શાહે વર્લ્ડ કર મેચોની મેજબાની કરનારા સંઘોને 27 જુલાઈએ નવી દિલ્હીમાં એક મીટિંગ બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં બોર્ડના સભ્યોને અમદાવાદ આસપાસ સુરક્ષાના કારણોથી માહિતગાર કરવામાં આવી શકે છે અને મેચની નવી તારીખ નક્કી થઈ શકે છે.

આ પણ વાંચો : ODI વર્લ્ડકપ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વન-ડે સિરિઝ, આ તારીખે ત્રીજી મેચ રમાશે રાજકોટમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Next Article