Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India Kenya Relationship : ગુમ થયેલા 2 ભારતીયો કેન્યાના રાષ્ટ્રપતિની ટીમનો ભાગ હતા, PM Modi એ ઉઠાવ્યો મુદ્દો...

કેન્યામાં બે ભારતીયોના ગુમ થવાનો મામલો ફરી એકવાર જોર પકડ્યો છે. કેન્યાના રાષ્ટ્રપતિ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન ભારતે તેમની સાથે કેન્યામાં બે ભારતીયોના ગુમ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોયી રૂટો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર...
india kenya relationship   ગુમ થયેલા 2 ભારતીયો કેન્યાના રાષ્ટ્રપતિની ટીમનો ભાગ હતા  pm modi એ ઉઠાવ્યો મુદ્દો
Advertisement

કેન્યામાં બે ભારતીયોના ગુમ થવાનો મામલો ફરી એકવાર જોર પકડ્યો છે. કેન્યાના રાષ્ટ્રપતિ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન ભારતે તેમની સાથે કેન્યામાં બે ભારતીયોના ગુમ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોયી રૂટો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના સચિવ દમ્મુ રવિએ જણાવ્યું હતું કે આ મુદ્દા પર ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ હતી.

તેમણે કહ્યું કે કેન્યામાં ગુમ થયેલા ભારતીયોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેમ તમે જાણો છો, અમે આ મુદ્દાને લાંબા સમયથી સતત ઉઠાવી રહ્યા છીએ. આ મામલે બંને પક્ષો એકબીજાના સંપર્કમાં છે. આ મામલાની તપાસ ચાલી રહી હોવાથી વધુ કંઈ કહી શકાય તેમ નથી. આ મામલો કેન્યાની કોર્ટમાં છે અને થોડા દિવસોમાં તેની માહિતી બહાર આવી શકે છે. કેન્યામાં ભારતના હાઈ કમિશનર સી. ખેમ્પાએ કહ્યું કે ભારતીય હાઈ કમિશન આ બાબત પર નજર રાખી રહ્યું છે.

Advertisement

Advertisement

શું છે મામલો?

મીડિયા રિપોર્ટ્સમાં કેન્યામાં બે ભારતીયો ઝુલ્ફીકાર અહેમદ ખાન અને મોહમ્મદ ઝૈદ સામી કિડવાઈના ગુમ થવાનો ખુલાસો થયો હતો. આ બંને ભારતીયો જુલાઈ 2022 થી ગુમ છે. આ બંને ભારતીય ચૂંટણી દરમિયાન કેન્યાના રાષ્ટ્રપતિ રૂટોની ડિજિટલ અભિયાન ટીમનો ભાગ હતા. આરોપ છે કે આ બંને ભારતીયોની હત્યા પ્રતિબંધિત જૂથ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટમાં કેન્યાના રાષ્ટ્રપતિના નજીકના સહયોગીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ ભારતીયોની હત્યા કરવામાં આવી છે પરંતુ કેન્યાની સરકારે હજુ સુધી આ રિપોર્ટ પર કંઈ કહ્યું નથી. બંને ભારતીયોના મોતના અહેવાલોને જોતા ઝુલ્ફીકારના મિત્રોએ દાવો કર્યો છે કે તે હજુ પણ જીવિત છે. ઝુલ્ફીકારના મિત્રોનું કહેવું છે કે બે ભારતીયોની હત્યાના સમાચારની પુષ્ટિ થઈ નથી અને મામલો હજુ તપાસ હેઠળ છે.

ઝુલ્ફીકારના પરિવાર અને મિત્રોએ નિવેદનમાં કહ્યું કે તે જુલાઈ 2022માં નૈરોબીથી ગુમ થઈ ગયો હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે તે સુરક્ષિત છે અને ડો. રૂટો કેન્યાના રાષ્ટ્રપતિ બન્યા પછી ઝુલ્ફીકાર પરત ફરશે. પરંતુ કમનસીબે તેઓ રાષ્ટ્રપતિ બન્યા પછી આ વાર્તા બદલાઈ ગઈ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ફરી એકવાર રાષ્ટ્રપતિને આ મામલાના તળિયે જવાની વિનંતી કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે કેન્યાના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવામાં તેમની ડિજિટલ અભિયાન ટીમની મોટી ભૂમિકા હતી અને ઝુલ્ફીકાર અને મોહમ્મદ ઝૈદ આ ટીમનો ભાગ હતા.

આ પણ વાંચો : Jammu Kashmir News : ‘PoK Return Trailer’, મોદી સરકારની આ યોજનાથી પાકિસ્તાનમાં ખળભળાટ…

Tags :
Advertisement

.

×