Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AUS : ઓસ્ટ્રેલિયન બોલરોને જબરા ધોયા..આપ્યો 400 રનનો ટાર્ગેટ

ઈન્દોર (Indore) માં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતે ( India) ઓસ્ટ્રેલિયા (Australia)ને 400 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં આ ભારતનો સર્વોચ્ચ...
ind vs aus   ઓસ્ટ્રેલિયન બોલરોને જબરા ધોયા  આપ્યો 400 રનનો ટાર્ગેટ
ઈન્દોર (Indore) માં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતે ( India) ઓસ્ટ્રેલિયા (Australia)ને 400 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં આ ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ, ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર 383 રન હતો, જે તેણે નવેમ્બર 2013માં બેંગલુરુમાં બનાવ્યો હતો.

Advertisement

ઈન્દોરના મેદાન પર આ ભારતનો બીજો સૌથી મોટો સ્કોર
સમગ્ર ODIમાં આ ભારતનો સાતમો સર્વોચ્ચ સ્કોર છે. ODIમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 418/5 છે, જે તેણે ડિસેમ્બર 2011માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો. ઈન્દોરના મેદાન પર આ ભારતનો બીજો સૌથી મોટો સ્કોર છે.

સૂર્યકુમાર યાદવનું તોફાન 
ભારત તરફથી શુભમન ગિલે 97 બોલમાં 104 રન, શ્રેયસ અય્યરે 90 બોલમાં 105 રન અને કેપ્ટન કેએલ રાહુલે 38 બોલમાં 52 રન બનાવ્યા હતા. તે જ સમયે, સૂર્યકુમાર યાદવનું તોફાન આખરે ઇન્દોરમાં જોવા મળ્યું હતું. તેણે 37 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 72 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા 13 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંને વચ્ચે 24 બોલમાં 44 રનની ભાગીદારી થઈ હતી. ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 54 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને બે વિકેટ ઝડપી હતી. તે જ સમયે જોશ હેઝલવુડ, શોન એબોટ અને એડમ ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી.
Advertisement
Tags :
Advertisement

.