Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશનું પહેલું Autonomous underwater vehicle લોન્ચ, Navy, કોસ્ટગાર્ડની તાકત વધશે

હવે દરિયામાં નહીં ચાલે દુશ્મનોની દાદાગીરી! દેશનું પ્રથમ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ લોન્ચ બંગાળની ખાડીમાં સ્વદેશી AUVનું લોન્ચિંગ કરાયું પાણીમાં જાતે જ સંચાલિત થતી નાની સબમરીન મોટા જહાજ, સાધનો તૈનાત કરવાનો ખર્ચ બચશે દેશના દરિયાઈ સીમાડા વધુ મજબૂત થશે. કોલકત્તા...
11:29 AM Jul 28, 2023 IST | Viral Joshi

દેશના દરિયાઈ સીમાડા વધુ મજબૂત થશે. કોલકત્તા સ્થિત ગાર્ડેન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સે (GRSE) એક ઓટોનોમસ અંડરવોટર વ્હિકલ (Autonomous Underwater Vehicle - AUV) બનાવ્યું છે. આ પાણીની અંદર પોતાનાની જાતે ચાલતી સબમરિન છે. હવે દેશના દરિયામાં દુશ્મન હુમલો નહી કરી શકશે. સમુદ્રમાં મોનિટરિંગ અને જાસૂસી કરવા માટે પહેલું ઓટોનોમસ અંડરવોટર વ્હિકલ (Autonomous Underwater Vehicle - AUV) લોન્ચ કરવામમાં આવ્યું. આનું નિર્માણ સંપૂર્ણપણે દેશમાં જ થયું છે અને તે શાંતિથી સમુદ્રની અંદર ચાલવામાં માહેર છે.

દુશ્મનોની નાપાક હરકતો પર રહેશે નજર

GRSE એ તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, સંપૂર્ણપણે સ્વદેશી AUV બંગાળની ખાડીમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં ઘણી અત્યાધુનિક ટેકનોલોજી લગાવવામાં આવી છે. જેથી દુશ્મન દરિયામાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર રચે છે તો તે જાણી શકાય. તે સમુદ્ર પર નજર રાખવા માટે ઉતરશે તો દુશ્મનની નાપાક હરકતો પહેલા માહિતી મળી જશે.

શું થશે ફાયદો?

આ કારણે રિયલ ટાઈમમાં દરિયામાં મોનિટરિંગ કરી શકાશે. દરિયાઈ દેખરેખને મેરીટાઇમ સર્વેલન્સ કહેવામાં આવે છે. હવે આ કામમાં AUV કે ડ્રોન મદદ કરે છે. જ્યારે કોઈ દેશની દરિયાઈ સરહદ એટલી મોટી હોય છે ત્યારે દરિયા સિમાડાનું દેખરેખ રાખવાનું કામ પાણીની અંદરથી પણ કરવું પડે છે.

ભારતમાં નિર્માણ પામ્યું

ભારતમાં બનેલું AUV ખુબ જ ઓછી કિંમતમાં નિર્માણ પામ્યું છે તે ખુબ આધુનિક છે. તે દરિયામાં લાંબા સમય સુધી પોતાની જાતે મોનિટરિંગ કરે છે. તેનાથી મોટા શીપ અને ટેક્નોલોજી, યંત્રો અને જવાનોને લગાવવાનો ખર્ચ બચી જાય છે. આ રિયલ ટાઈમ મોનિટરિંગ માટે ફાયદાકારક છે. તેની અંદર એડવાન્સ સેન્સર્સ લાગેલા છે, કટિંગ એજ કેમેરા લાગેલા છે. રડાર છે. સાથે જ ઈન્ફ્રારેડ ટેક્નોલોજી લાગેલી છે. જે તેને દરેક પ્રકારના મોનિટરિંગ માટે સક્ષમ બનાવે છે.

નેવી, કોસ્ટગાર્ડને સરળતા રહેશે

અત્યાર સુધી દરિયાનું મોનિટરિંગ શીપ, વિમાનથી થાય છે Autonomous underwater vehicle લોન્ચ થયાં બાદ નેવી અને કોસ્ટગાર્ડને દેખરેખ અને જાસૂસી કરવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો : જાપાન અને જર્મનીને પણ પાછળ છોડી ભારત 2027 સુધીમાં બની જશે વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Autonomous underwater vehicleAUVGRSEMaritime securityUnderwater Vehicle
Next Article