Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે કુવૈતને હરાવ્યું 

SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે કુવૈતને હરાવ્યું છે. આ મેચમાં સુનીલ છેત્રીની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું હતું.  બંને ટીમો નિર્ધારિત સમય સુધી 1-1ની બરાબરી પર હતી, ત્યારબાદ મેચ વધારાના સમયમાં ગઈ હતી. પરંતુ વધારાના સમયમાં પણ બંને ટીમના ખેલાડીઓ...
11:26 PM Jul 04, 2023 IST | Vipul Pandya
SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે કુવૈતને હરાવ્યું છે. આ મેચમાં સુનીલ છેત્રીની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું હતું.  બંને ટીમો નિર્ધારિત સમય સુધી 1-1ની બરાબરી પર હતી, ત્યારબાદ મેચ વધારાના સમયમાં ગઈ હતી. પરંતુ વધારાના સમયમાં પણ બંને ટીમના ખેલાડીઓ ગોલ કરી શક્યા ન હતા. ત્યારબાદ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. જોકે, ભારતે 9મી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી છે.
કુવૈતના ખેલાડી અલકાલ્ડીએ ફાઇનલમાં પ્રથમ ગોલ કર્યો 
આ મેચનો પ્રથમ ગોલ કુવૈતના ખેલાડી અલકાલ્ડીએ કર્યો હતો. આ રીતે મેચની 16મી મિનિટે કુવૈતે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. ભારતીય ટીમને 17મી મિનિટે ગોલ કરવાની તક મળી હતી પરંતુ તે ચૂકી ગઈ. જોકે, ભારત માટે કેપ્ટન સુનિલ છેત્રીએ 39મી મિનિટે ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમે બરાબરી કરી લીધી. આ પછી ગેમ 1-1ની બરાબરી પર આવી ગઈ.

મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો
ભારત અને કુવૈત વચ્ચેની ફાઈનલ મેચ નિર્ધારિત સમય સુધી 1-1 થી બરાબર રહી હતી. જે બાદ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. પરંતુ વધારાના સમયમાં પણ બંને ટીમના ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જે બાદ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો હતો. ભારતીય ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું હતું. આ રીતે સુનીલ છેત્રીના નેતૃત્વમાં ભારતીય ટીમે રેકોર્ડ 9મી વખત SAFF ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.
આ ખેલાડીઓએ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યા 
પેનલ્ટી શૂટઆઉટમાં ભારત તરફથી મહેશ સિંહ, સુભાષીષ બોઝ, લલિયાન્ઝુઆલા ચાંગટે, સંદેશ ઝિંગન અને સુનિલ છેત્રીએ ગોલ કર્યા હતા. જોકે, ઉદંતા સિંહ પેનલ્ટી શૂટઆઉટ પર ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આ સાથે જ કુવૈત તરફથી શબીબ, અબ્દુલ અઝીઝ, અહેમદ અને ફવાઝે ગોલ કર્યા હતા. જ્યારે મોહમ્મદ અબ્દુલ્લા અને ખાલિદ પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈત તરફથી ગોલ કરી શક્યા ન હતા.
આ પણ વાંચો---આ શું…? WORLD CUP માંથી આ બીજી દમદાર ટીમ OUT..!
Tags :
IndiaKuwaitSAFF ChampionshipSports
Next Article