ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asian Games 2023 ના ત્રીજા દિવસે ભારતે ઈતિહાસ રચ્યો, 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો

Asian Games 2023માં ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે ત્રીજા દિવસે ભારતે એશિયન ગેમ્સ 2023ની ઘોડેસવારી ડ્રેસાજ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો...
03:53 PM Sep 26, 2023 IST | Hardik Shah

Asian Games 2023માં ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે ત્રીજા દિવસે ભારતે એશિયન ગેમ્સ 2023ની ઘોડેસવારી ડ્રેસાજ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અનુષ અગ્રવાલા, હૃદય વિપુલ છેડા, સુદીપ્તિ હેજલા અને દિવ્યકીર્તિ સિંહે ભારત માટે કમાલ કરી બતાવ્યો છે. આ જોડીએ 209.205 પોઈન્ટ બનાવ્યા.

ભારતે એશિયન ગેમ્સ 1982 બાદ આ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

અનુષ અગ્રવાલા, હૃદય વિપુલ છેડા, સુદીપ્તિ હેજલા અને દિવ્યકીર્તિ સિંહે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડ્રેસાજ ઈવેન્ટમાં ભારતીય જોડીએ 209.205 પોઈન્ટ બનાવ્યા અને પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે ભારતે એશિયન ગેમ્સ 1982 બાદ આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં કોઈ ભારતીય મેડલ જીતશે તેવી અપેક્ષા ન હતી, પરંતુ ખેલાડીઓએ પોતાની મહેનતથી ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

એશિયન ગેમ્સ 2023માં ભારતે ત્રીજો ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. અગાઉ, ભારત શૂટિંગ, મહિલા ક્રિકેટ ટીમમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યું છે. હવે ભારતે ઘોડેસવારી ડ્રેસાજ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે. નેહા ઠાકુરે ભારત માટે દિવસની શરૂઆત સિલ્વર મેડલથી કરી હતી. તેણે સેલિંગમાં આ મેડલ જીત્યો હતો.

ભારત માટે ત્રીજો દિવસ અત્યાર સુધી મિશ્ર રહ્યો

ભારત શૂટિંગ અને ફેન્સિંગ બંનેમાં મેડલ જીતવાથી ચૂકી ગયું. દિવ્યાંશ સિંહ પંવાર અને રમિતા 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયા (18-20) સામે હારી ગયા, જ્યારે સ્ટાર ફેન્સર ભવાની દેવીને મહિલા સેબર ક્વાર્ટર ફાઇનલમાં ચીનની શાઓ યુકી સામે 7-15થી હારનો સામનો કરવો પડ્યો. જોકે, ભારતીય પુરૂષ હોકી ટીમે સિંગાપોર સામે 16-1થી પ્રભાવશાળી જીત મેળવીને તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. અન્ય ઈવેન્ટ્સમાં, મહિલા સ્ક્વોશ ટીમ ઈવેન્ટમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે 4x100 મીટર મેડલી ટીમે પણ સ્વિમિંગમાં ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું, જેણે ઈવેન્ટમાં શ્રેષ્ઠ સમય માટે નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો - Asian Games 2023 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ, રચ્યો ઈતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Asian Gamesasian games 2023Asian Games 2023 Day 3Asian Games Medal TallyGold MedalIndia created historyIndia Win Gold In Equestrian
Next Article
Home Shorts Stories Videos