Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LAC માંથી China ની સેનાની પીછેહઠ, India-ડ્રેગન આર્મી ટૂંક સમયમાં પેટ્રોલિંગ શરૂ કરશે...

LAC ને લઈને સૌથી મોટા સમાચાર ચીનની સેના LAC માંથી પીછેહઠ કરી આવતીકાલે મીઠાઈની આપ-લે થશે ભારત (India) અને ચીન (China) વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચીન (China)ની સેના LAC માંથી પીછેહઠ કરી...
lac માંથી china ની સેનાની પીછેહઠ  india ડ્રેગન આર્મી ટૂંક સમયમાં પેટ્રોલિંગ શરૂ કરશે
  1. LAC ને લઈને સૌથી મોટા સમાચાર
  2. ચીનની સેના LAC માંથી પીછેહઠ કરી
  3. આવતીકાલે મીઠાઈની આપ-લે થશે

ભારત (India) અને ચીન (China) વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચીન (China)ની સેના LAC માંથી પીછેહઠ કરી છે. બંને સેનાઓ ડેપસાંગ અને ડેમચોકમાંથી પીછેહઠ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે સ્થાનિક કમાન્ડર સ્તરે વાતચીત શરૂ થશે અને ભારતીય અને ચીન (China)ની સેનાઓ ટૂંક સમયમાં LAC પર પેટ્રોલિંગ શરૂ કરશે.

Advertisement

આવતીકાલે મીઠાઈની આપ-લે થશે...

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક સીડીઆરએસ સ્તરે વાતચીત ચાલુ રહેશે. ટૂંક સમયમાં પેટ્રોલિંગ શરૂ થશે અને આવતીકાલે મીઠાઈની આપ-લે કરવામાં આવશે. ચકાસણી ચાલુ છે. ગ્રાઉન્ડ કમાન્ડરો વચ્ચે પેટ્રોલિંગની પદ્ધતિઓ નક્કી કરવામાં આવશે. ગ્રાઉન્ડ કમાન્ડર એટલે બ્રિગેડિયર અને નીચેના અધિકારીઓ. તમને જણાવી દઈએ કે 2020 પછી પહેલીવાર ભારતીય અને ચીન (China)ની સેનાઓ વચ્ચે ડાન્સ થયો, દિવાળીના અવસર પર મીઠાઈની આપ-લે થશે.

આ પણ વાંચો : લાખો દીવા સાથે ભગવાન રામની Ayodhya આ રીતે દેખાઈ, જુઓ આ અદ્ભુત Video

Advertisement

સીમા વિવાદ ઉકેલવા માટે લેવાયેલા પગલાં...

ભારત (India) અને ચીન (China) વચ્ચે સરહદ વિવાદને લઈને ખાસ સમજૂતી થઈ હતી. આ પગલું બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સુધારવા માટે લેવામાં આવ્યું હતું. એએનઆઈના અહેવાલ મુજબ, અહેવાલ છે કે ભારત (India) અને ચીન (China) સોમવાર અને મંગળવાર (28-29 ઓક્ટોબર) સુધીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈન્ય પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. જોકે, આ પ્રક્રિયા 30 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે, ચાર વર્ષ બાદ બંને દેશો વચ્ચે સૈન્ય હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

આ પણ વાંચો : Sudhanshu Trivedi એ વિપક્ષીઓને લીધા આડે હાથ, કહ્યું- તામસી મોહ છોડો અને...

Advertisement

બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવો એ પહેલું પગલું છે - એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, લદ્દાખ સરહદ પરના બે સંઘર્ષ બિંદુઓથી સૈન્યની હકાલપટ્ટી એ પ્રથમ પગલું છે. તણાવ ઓછો કરવો એ આગળનું પગલું છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે બંને દેશો વચ્ચે વિશ્વાસ અને ઈચ્છાશક્તિ નિર્માણ કરવામાં સમય લાગશે.

આ પણ વાંચો : Delhi : US ના રાજદૂતે 'તૌબા, તૌબા' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, Video Viral

Tags :
Advertisement

.