ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમને નાઇટમાં નિકળતા બીક લાગે છે...શનિ -રવિ બહાર ના નિકળવાનો મેસેજ છે....!

ભારત (india) અને કેનેડા (canada) વચ્ચે બગડેલા સંબંધોના કારણે કેનેડામાં રહેતા અથવા અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતા પ્રસરી ગઇ છે. પરિવારજનો પોતાના પરિચિતો અને સંતાનોને ફોન કરીને સાવધ રહેવાનું જણાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ભારત સરકારે પણ ગુરુવારે...
04:08 PM Sep 21, 2023 IST | Vipul Pandya
ભારત (india) અને કેનેડા (canada) વચ્ચે બગડેલા સંબંધોના કારણે કેનેડામાં રહેતા અથવા અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતા પ્રસરી ગઇ છે. પરિવારજનો પોતાના પરિચિતો અને સંતાનોને ફોન કરીને સાવધ રહેવાનું જણાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ભારત સરકારે પણ ગુરુવારે એડવાઇઝરી જાહેર કરીને કેનેડામાં વસતા ભારતીયોને સાવધ રહેવા સલાહ આપી હતી.
ગુજરાતમાંથી દર વર્ષે 40થી 50 હજાર ગુજરાતીઓ કેનેડા જાય છે
કેનેડા એજ્યુકેશન હબ બન્યું છે અને ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કેનેડાના વિવિધ શહેરોમાં અભ્યાસ કરવા જઇ રહ્યા છે. ગુજરાતમાં પણ કેનેડા જવાનો ભારે ક્રોઝ જોવા મળી રહ્યો છે. કેનેડા જવા માટે વિદ્યાર્થીઓ 12 ધોરણથી જ તૈયારીઓ શરું કરી દે છે. કેનેડા જવાનો મોહ ગુજરાતીઓમાં પણ જોવા મળી રહ્યો છે અને એક અંદાજ મુજબ ગુજરાતમાંથી દર વર્ષે 40થી 50 હજાર ગુજરાતીઓ કેનેડા જાય છે. કેનેડાના અલગ અલગ શહેરમાં આવેલી વિવિધ યુનિવર્સિટીમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પાર્ટ ટાઇમ જોબ પણ કરે છે.
અમે અહીં પુરતું ધ્યાન રાખી રહ્યા છે
ગુજરાત ફર્સ્ટે કેનેડામાં વસતા ચિંતલ જાનીને આ બાબતે પુછ્યું તો તેમણે કહ્યું કે અમને પણ સરકાર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીની જાણ થઇ છે. અમે અહીં પુરતું ધ્યાન રાખી રહ્યા છે. કેનેડામાં છેલ્લા 8 વર્ષથી રહેતા દીપ પટેલે ગુજરાત ફર્સ્ટને કહ્યું કે અહીં આમ તો અત્યારે ચિંતા જેવું નથી. ક્યાંક ક્યાંક વિરોધ જોવા મળે છે. ઇન્ડીયાએ એડ્વાઇઝરી જાહેર કરી છે અને સાવધાની રાખવા કહ્યું છે અને અમારે અંદરો અંદર એવો મેસેજ મળ્યો છે કે શનિ રવિ બહાર ના જતા
કેટલાક વિસ્તારોમાં જવા ટાળવા માટે કહેવાયું છે
બીજી તરફ કેનેડામાં રહેતા ભાવિક કામાએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે અહીં આમ તો હાલ ચિંતા જેવું નથી. મે પર્સનલી કોઇ ટેંશન જોયું નથી પણ કેટલાક વિસ્તારોમાં જવા ટાળવા માટે કહેવાયું છે બાકી આમ તો અહીં નોર્મલ છે.
રાત્રે જોબ કરવા જવાનું થાય ત્યારે બીક લાગે છે
કેનેડામાં અભ્યાસ માટે ગયેલા દેવ પટેલે કહ્યું કે ન્યૂઝમાંથી અમને માહિતી મળી કે ટેંશન જેવું છે. શનિ-રવિ બહાર ના નિકળવા અમને જણાવાયું છે. જો કે કોઇ બનાવ તો બન્યો નથી પણ રાત્રે જોબ કરવા જવાનું થાય ત્યારે બીક લાગે છે. કોલેજમાંથી અમને એક ફોર્મ ભરવા માટે આપ્યું છે. આ પ્રોબ્લેમનું જલ્દી નિરાકરણ આવે તો સારું
પરિવારોને ચિંતા
એક અહેવાલ મુજબ કેનેડામાં 2023ના વર્ષમાં વિશ્વભરના 9 લાખ વિદ્યાર્થીઓએ કેનેડાની વિવિધ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે અને તેમાં ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 85 હજાર છે.  કેનેડા પહોંચવાનો મોહ સૌથી પહેલા પંજાબ અને હરિયાણાના યુવકોમાં જોવા મળ્યો છે જ્યારે ત્રીજા નંબરે ગુજરાતના વિદ્યાર્થીઓ આવે છે. કેનેડા અભ્યાસ કરવા માટે હોટ ફેવિરીટ બની ચુક્યું છે. ગુજરાતી પરિવારોમાં વધુ અભ્યાસ માટે કેનેડા જવાનો ભારે ક્રેઝ જોવા મળે છે. હાલ જે પરિસ્થિતી ઉભી થઇ છે તે જોતાં પરિવારો પણ ચિંતામાં મુકાયા છે અને કેનેડામાં રહેતા પોતાના સંતાનોને ફોન કરીને હાલચાલ પુછી રહ્યા છે અને સાવધાની રાખવા જણાવી રહ્યા છે. હાલ તો દરેક મા બાપ બંને દેશોના સંબંધ ભવિષ્યમાં કેવી કરવટ બદલે છે તેના પર નજર રાખી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે એડ્વાઇઝરી છે
હવે અત્યારે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાને આપેલા નિવેદન પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. બંને દેશોએ પોતાના રાજનયિકોને પરત બોલાવી દીધા છે તો ભારતે આજે ગુરુવારે કેનેડાના નાગરિકો માટેના વિઝા અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ કરી દીધા છે અને તેના કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોનું વાતાવરણ ગરમ છે. બુધવારે પણ વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી હતી જેમાં જણાવાયું હતું કે કેનેડામાં રહેતા ભારતીયો અને વિદ્યાર્થીઓ ચેતીને રહે કારણ કે ભારતીયો પ્રત્યે હેટક્રાઇમ વધી શકે છે જેથી ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઇએ.
આ પણ વાંચો----કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરી સુખાની હત્યા! ફેસબુક પોસ્ટ જવાબદારી લીધી
  
Next Article