ટ્વીટર એકાઉન્ટનના કન્ટેન્ટ દૂર કરવાની વિનંતી કરનારા ટોચના દેશોમાં ભારત, ટ્વિટરે બ્લોગ પોસ્ટ દ્વારા આપી માહિતી
અહેવાલ -રવિ પટેલ
લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ટ્વિટર પરથી કન્ટેન્ટ હટાવવાની વિનંતી કરનારા ટોચના દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ટ્વિટરે મંગળવારે તેમના સુરક્ષા પ્રયાસો પર ડેટા શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેને 1 જાન્યુઆરીથી 30 જૂન, 2022 સુધીમાં વિશ્વભરની સરકારો તરફથી સામગ્રી દૂર કરવા માટે લગભગ 53,000 કાનૂની વિનંતીઓ મળી છે.
પોસ્ટ અનુસાર, ખાતાની માહિતી માંગનારા ટોચના પાંચ દેશોમાં ભારત, યુએસ, ફ્રાન્સ, જાપાન અને જર્મની હતા. જાન્યુઆરી-જૂન 2022ના સમયગાળા દરમિયાન, ટ્વિટરે નિયમોનું ઉલ્લંઘન કરનારા વપરાશકર્તાઓની 65,86,109 કન્ટેન્ટ સામે પગલાં લીધાં. 2021 ના બીજા ભાગની તુલનામાં તેમાં 29 ટકાનો વધારો નોંધાયો છે. ટ્વિટરે કહ્યું કે તેમણે આ સમયગાળા દરમિયાન 50,96,272 કન્ટેન્ટ પર અમલીકરણની કાર્યવાહી કરી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 16,18,855 એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉના સમયગાળાની સરખામણીએ તેમાં 28 ટકાનો વધારો નોંધાયો હતો. સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ્સમાં દુરુપયોગ/સતામણ, પીડોફિલિયા, હેક કરેલી સામગ્રી, પોર્નોગ્રાફી, હિંસા અને અન્ય સામગ્રી શામેલ છે.
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગૂગલે ભારતમાં 3,500થી વધુ લોન એપ્સને બંધ કરી દીધી છે
Google એ વર્ષ 2022 માં ભારતમાં 3,500 થી વધુ લોન એપ્લિકેશન્સ સામે પગલાં લીધાં છે અને તેને પ્લે સ્ટોરમાંથી દૂર કરવા, નીતિઓના ઉલ્લંઘન માટે અમલીકરણ અને સમીક્ષા માટે પગલાં લીધાં છે. કંપનીએ સમગ્ર મામલે ગુરુવારે આ જાણકારી આપી. ગૂગલે કહ્યું કે, 2022માં તેમણે નીતિઓના ઉલ્લંઘન માટે ગૂગલ પ્લે પર 14 લાખ 30 હજાર એપ્સને રિલીઝ થવાથી અટકાવી હતી અને 200 મિલિયન ડોલરથી વધુની છેતરપિંડી અને શંકાસ્પદ વ્યવહારોવાળા 1,73,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૂગલે કહ્યું કે અમે નિયમિતપણે અમારી નીતિઓમાં સુધારો કરીએ છીએ અને પ્રક્રિયાઓની સમીક્ષા કરીએ છીએ અને સતત સુધારાના પ્રયાસો કરીએ છીએ. કંપની 2023 માં જાહેરાતો અને ગોપનીયતા પર કડક નિયમો રજૂ કરશે.
આ પણ વાંચો -ભ્રામક જાહેરાત દૂર કરવા બોર્નવિટાને સૂચના, બાળ આયોગે સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ