Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

India A vs Pakistan A Match : સુદર્શને પાકિસ્તાન બોલરોની ક્લાસ લીધી, સેમી ફાઈનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023 માં, ભારતીય ટીમે પાકિસ્તાનને કારમી હાર આપી છે. ગ્રુપ મેચમાં પાકિસ્તાન-A ટીમે પ્રથમ બેટિંગ કરીને 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતની 'A' ટીમે 36.4 ઓવરમાં 8 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ...
10:48 PM Jul 19, 2023 IST | Dhruv Parmar

ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023 માં, ભારતીય ટીમે પાકિસ્તાનને કારમી હાર આપી છે. ગ્રુપ મેચમાં પાકિસ્તાન-A ટીમે પ્રથમ બેટિંગ કરીને 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતની 'A' ટીમે 36.4 ઓવરમાં 8 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 210 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ગ્રુપ-બીમાં ટોપ પર રહેવાની સાથે સેમીફાઈનલ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. ભારતીય ટીમ હવે 21 જુલાઈએ બીજી સેમીફાઈનલ રમી રહી છે, જેમાં બાંગ્લાદેશ સાથે ટક્કર થશે.

ભારતીય ટીમની જીતનો હીરો સ્ટાર ઓપનર સાઈ સુદર્શન રહ્યો, જેણે 110 બોલમાં 104 રનની ધમાકેદાર ઈનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 1 સિક્સ અને 9 ફોર ફટકારી હતી. સુદર્શને પાકિસ્તાની બોલરોની ક્લાસ લીધી હતી. મેચ જીતીને ભારતીય ટીમ શાનદાર રીતે સેમિફાઇનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયા માટે સુદર્શન સિવાય નિકિન જોસે 64 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન યશ ધુલે 21 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાન ટીમ માટે કોઈ બોલર શાનદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. માત્ર મુબાસિર ખાન અને મેહરાન મુમતાઝ 1-1 વિકેટ લઈ શક્યા હતા.

રાજવર્ધને પાકિસ્તાનની અડધી ટીમને ઘર ભેગી કરી

આ મેચમાં પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ હરિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની ટીમે 100 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ તરફથી ઓપનર સાહિબજાદા ફરહાને 35 અને હસીબુલ્લા ખાને 27 રન બનાવ્યા હતા. કેપ્ટન અને વિકેટકીપર હરિસ માત્ર 14 રન જ બનાવી શક્યા હતા. આ પછી કાસિમ અકરમ અને મુબાસિર ખાને 53 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી.

પાકિસ્તાને 148 રનમાં 7મી વિકેટ ગુમાવી હતી. મુબાસિર 28 રન બનાવીને આઉટ થયો હતો. અકરમે 63 બોલમાં 48 રન બનાવ્યા હતા. મેહરાન મુમતાઝે 9મા નંબરે આવીને 25 રન બનાવ્યા હતા. આ રીતે, પૂંછડીના બેટ્સમેનોના આધારે, પાકિસ્તાને પોતાની લાજ બચાવી અને 205 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો. ટીમ ઈન્ડિયા માટે 20 વર્ષીય ફાસ્ટ બોલર રાજવર્ધન હંગરગેકરે શાનદાર બોલિંગ કરી અને 42 રનમાં 5 વિકેટ લીધી. તેણે એકલા હાથે પાકિસ્તાનની અડધી ટીમને આવરી લીધી હતી. તેના સિવાય માનવ સૂધરે 36 રન આપીને 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : Asia Cup 2023 : એશિયા કપ 2023 નું શેડ્યૂલ જાહેર, પહેલી મેચ પાકિસ્તાનના આ મેદાન પર થશે

Tags :
ACC Men’s Emerging Teams Asia Cup 2023CricketIndia A squadIndia vs pakistan MatchRiyan ParagSai SudharsanSportsYash Dhull
Next Article