Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs WI : સૂર્યાની તોફાની બેટિંગ સામે વેસ્ટ ઈન્ડિઝના બોલરો ઘૂંટણીયે પડ્યા, ભારતે ત્રીજી T20 7 વિકેટે જીતી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમે આ મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી...
ind vs wi   સૂર્યાની તોફાની બેટિંગ સામે વેસ્ટ ઈન્ડિઝના બોલરો ઘૂંટણીયે પડ્યા  ભારતે ત્રીજી t20 7 વિકેટે જીતી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમે આ મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ડેશિંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો સૌથી મોટો હીરો હતો. આ જીત બાદ પણ ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 1-2થી પાછળ છે.

Advertisement

સૂર્યાની તોફાની ઈનિંગ

આ મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ હતો. પરંતુ ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને બંને ઓપનર સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ સામે વેસ્ટ ઈન્ડિઝની બોલિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

Advertisement

રોવમેન પોવેલે પણ તોફાની ઇનિંગ્સ રમી હતી

આ પહેલા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે કેપ્ટન રોવમેન પોવેલના 19 બોલમાં અણનમ 40 રનના આધારે 159 રનનો સ્પર્ધાત્મક સ્કોર બનાવ્યો હતો. ઓપનર બ્રેન્ડન કિંગ (42) અને કાયલ માયર્સ (25)એ 46 બોલમાં 55 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝને સારી શરૂઆત અપાવી હતી પરંતુ કુલદીપ યાદવ (3/28)ની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે પુનરાગમન કર્યું હતું. પોવેલે છેલ્લી બે ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે 19 બોલની અણનમ ઇનિંગમાં એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. કિંગે તેની 42 બોલની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો જ્યારે માયર્સે તેની 20 બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

Advertisement

કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો

ભારત તરફથી કુલદીપે 3 અને અક્ષર પટેલ અને મુકેશ કુમાર 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. હવે આ શ્રેણીની છેલ્લી બે મેચો રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો 12 અને 13 ઓગસ્ટે આમને-સામને થશે. છેલ્લી બે મેચ અમેરિકામાં રમાવાની છે. આ તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે.

આ પણ વાંચો : બાપુએ અમેરિકાના રસ્તા પર કર્યો ડાન્સ, Video

Tags :
Advertisement

.