IND Vs WI 2nd ODI : ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ જીતવાની તક, આજે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ શનિવારે બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. સિરીઝની પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવીને ધમાકેદાર દેખાવ કર્યો હતો. તે બીજી વનડે જીતીને સિરીઝ જીતી શકે છે. પરંતુ આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ફેરફાર જોવા મળી શકે છે. શ્રેણીની પ્રથમ મેચમાં ફ્લોપ રહેનાર ખેલાડીને આ મેચમાં બહાર બેસવું પડી શકે છે.
રોહિત શર્માની ટીમ જ્યારે બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે ત્યારે વનડેમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમ પર 17 વર્ષનું પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા સંપૂર્ણ પ્રયાસ કરશે. જો ભારત બીજી વનડે જીતે છે, તો તે વિન્ડીઝ સામેની સતત 13મી વનડે સિરીઝ જીતી શકશે એટલું જ નહીં, પરંતુ વર્ષ 2006-07થી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં પણ સફળ રહેશે.
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બીજી વનડેમાં નહીં રમે!
શ્રેણીની પ્રથમ વનડે માત્ર બાર્બાડોસમાં રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો ન હતો. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવને મોકલવામાં આવ્યા હતા. પરંતુ સૂર્યકુમાર યાદવ આ તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવ 19 રન બનાવીને આઉટ થયો હતો. તેના ખરાબ પ્રદર્શનને જોતા બીજી વનડેમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી ODI ફોર્મેટમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે.
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ વનડે હેડ ટુ હેડ રેકોર્ડ
આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 141મી વનડે મેચ રમાશે. અત્યાર સુધી રમાયેલી 140 મેચોમાં ભારતીય ટીમ 71 જીત સાથે આગળ છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 63 મેચ જીતી છે. આ સિવાય 4 મેચ અનિર્ણિત રહી છે અને 2 મેચ ટાઈ રહી છે.
સૂર્યાને મળશે મોકો?
ઈશાન કિશને ઓપનિંગમાં આવીને અડધી સદી ફટકારી હતી. જે હવે મીડલ ઓર્ડરમાં રમે એવી સંભાવના છે. આમ ઈશાન અંતિમ ઈલેવનમાં પોતાનુ સ્થાન જમાવી રાખશે એ નક્કી મનાય છે. જ્યારે બીજી મેચમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ ઓર્ડરમાં હવે પ્રયોગની શક્યતા નથી. આવી સ્થિતીમાં રોહિત શર્મા ઓપનર તરીકે શુભમન ગિલ સાથે નિયમીતરુપથી જોવા મળી શકે છે. વિરાટ કોહલી પણ પોતાના નિયમીત ક્રમ ત્રણ નંબર પર રમશે. સૂર્યકુમાર યાદવને લઈ જો અને તોની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
વેસ્ટ ઇન્ડીઝ ટીમ
શાઈ હોપ(wkt/c), કાયલ મેયર્સ, બ્રેન્ડોન કિંગ, શિમરોન હેટમાયર, એલીક અથાનાજે, રોવમેન પોવેલ, કેસી કાર્ટી, રોમારીયો શેફર્ડ, ગુડાકેશ મોટી, અલઝારી જોસેફ, ઓશેન થોમસ, જેડેન સીલ્સ, કેવિન સિંકલેર, ડોમિનિક ડ્રેકસ, યાનિક કેરિહ
ભારતીય ટીમ
રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (wkt), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ , ઈશાન કિશન, રૂતુરાજ ગાયકવાડ
આ પણ વાંચો-IND VS WI: રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે વનડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ