IND vs ENG : આમની જગ્યાએ ગલી ક્રિકેટ રમતાને ટીમમાં લો... હાર બાદ ટીમ ઈન્ડિયા થઇ ટ્રોલ
IND vs ENG : ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ક્રિકેટ ફેન્સ માટે આનાથી નિરાશ કરવા જેવી વાત બીજી શું હોઇ શકે કે જે મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) જીતી શકતી હતી અથવા મેચ ડ્રો થવાની સંભાવનાઓ હતી તેમા તેને હારનો સામનો કરવો પડ્યો છે. જે ક્રિકેટ ફેન્સે (Cricket Fans) પહેલી ઈનિંગ જોઇ અને તે પછી બીજી ઈનિંગ નથી જોઇ તે આ સમાચારને અલગ-અલગ જગ્યાએ જઇને ચેક કરશે. કારણ કે આ માની શકાય તેમ જ નથી કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ (IND vs ENG) વિરુદ્ધ મેચ હારી ગઇ છે. જોકે, હાર બાદ હવે બચાવ કરવાની શરૂઆતો થવા લાગી છે પણ સોશિયલ મીડિયા (Social Media) માં ક્રિકેટ ફેન્સ ખૂબ જ નારાજગી બતાવી રહ્યા છે. એક યુઝર્સે તો ત્યા સુધી લખ્યું હતું કે, આ ટીમના ખેલાડીઓને કાઢો અને ગલી ક્રિકેટ રમતા હોય તેમને ટીમમાં લઇ લો.
It came right down to the wire in Hyderabad but it's England who win the closely-fought contest.#TeamIndia will aim to bounce back in the next game.
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/OcmEgKCjUT
— BCCI (@BCCI) January 28, 2024
રાહુલ દ્રવિડે કર્યો ખેલાડીઓનો બચાવ
ભારતીય ક્રિકેટ ફેન્સ વર્લ્ડ કપ હારના દર્દથી બહાર જ આવી રહ્યા હતા ત્યા તો ટીમ ઈન્ડિયા (Team India)એ તેમનો વધુ એક ઝટકો આપ્યો છે. જે મેચને આસાનીથી જીતી શકાય તેમ હતું તેને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાર તરફ ધકેલી ગયા હતા. પ્રથમ ઇનિંગમાં 190 રનની લીડ મેળવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા 28 રનથી મેચ હારી ગઇ હતી. આ હાર સાથે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગઈ છે. ટીમ ઈન્ડિયાને આ મેચમાં જીતવા માટે માત્ર 231 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ભારતીય ટીમ 202 રનમાં ઓલ આઉટ (All Out) થઈ ગઈ હતી. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, રાહુલ દ્રવિડ (Rahul Dravid) ને હારના કારણો વિશે પૂછવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું, "હું આજે તેમનું મૂલ્યાંકન કરવા માટે એટલો કઠોર નહીં હોઉં, અને વાસ્તવમાં, મને લાગે છે કે અમારી પાસે પહેલી ઈનિંગમાં બોર્ડ પર 70 રન ઓછા હતા. "જ્યારે બીજા દિવસે બેટિંગ કરવા માટે પરિસ્થિતિ સારી હતી, ત્યારે અમે સારી શરૂઆત કરી હતી પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા." બીજા દિવસે ભારતના ત્રણ બેટ્સમેન 80 પ્લસ રન બનાવીને આઉટ થયા હતા. જોકે, ટીમ ઈન્ડિયાની આવી હાર બાદ ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા (Social Media) પર ખેલાડીઓને ખૂબ ટ્રોલ કર્યા હતા.
ચાહકોએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાને ધોઇ નાખી
Jeet ke haarne wale ko Rohit Sharma kehte hain
— Sushant Mehta (@SushantNMehta) January 28, 2024
ind vs Eng https://t.co/z6BbsSiEf0
— Kaushal ✰ (@KaushElsewhere) January 28, 2024
Rohit Sharma should drop himself
This team without Virat is just another Pakistan#INDvsENG https://t.co/Xa81EmXoKT— स्वयम्भूः 🇮🇳 (@Hiranyagarbhah) January 28, 2024
Rishabh Pant’s reaction to falling wickets #INDvsENG pic.twitter.com/zdrhaiqSq4
— Huzefa Shaikh (@HuzefaShaikh6) January 28, 2024
Joke No 1 - He is better than Babar
Joke No 2 - He will replace Virat in Future#ShubmanGill #INDvsENG #AFCON pic.twitter.com/KhEoe4bzUY
— Huzaifa Khan (@Huz69052510Khan) January 28, 2024
TOOTA HAY HYDERABAD KA GHAMAND, HAAR GAYA HAY INDIA 🇮🇳🤯🤯🤯
England have won the Hyderabad Test inside four days. What a win 🏴♥️♥️ #INDvsENG pic.twitter.com/51g8o00hSs
— Shivam Kumt (@KumtShivam72472) January 28, 2024
બાકીની મેચ માટે ગિલને મુકી શકાય છે પડતો
ટીમ ઈન્ડિયા રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાનીમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી. આ મેચમાં શુભમન ગિલ (Shubman Gill) નું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઈંગ્લેન્ડ (England) સામેની પ્રથમ મેચમાં ગિલનું ફ્લોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે યુવા બેટ્સમેને પ્રથમ ઇનિંગમાં 23 રન બનાવ્યા હતા. આ પછી તે બીજી ઇનિંગમાં 0 રને આઉટ થયો હતો. આ ખરાબ પ્રદર્શન બાદ અજીત અગરકર (Ajit Agarkar) ની પસંદગી સમિતિ ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચો માટે ગિલને પડતી મૂકે તેવી પ્રબળ સંભાવના છે.
રોહિતે હાર માટે કોને ગણાવ્યો જવાબદાર?
રોહિતે કહ્યું, "મેચ ચાર દિવસ સુધી રમાઈ હતી, તેથી ભૂલો ક્યાં થઈ તે કહેવું મુશ્કેલ છે. 190ની લીડ મેળવ્યા બાદ અમને લાગ્યું કે અમે રમતમાં સારી રીતે આગળ છીએ." ઓલી પોપ (Ollie Pope) ની બેટિંગ અંગે રોહિતે કહ્યું કે અસાધારણ બેટિંગ, ભારતીય પરિસ્થિતિઓમાં વિદેશી બેટ્સમેન દ્વારા મેં જોયેલી શ્રેષ્ઠ બેટિંગમાંની એક, ઓલી પોપે શાનદાર ઇનિંગ રમી. રોહિત શર્માએ હાર માટે ટીમ ઈન્ડિયા (Team India) ની બેટિંગને જવાબદાર ગણાવતા કહ્યું કે મને લાગતું હતું કે 230નો સ્કોર હાંસલ કરી શકાય છે, પિચમાં ઘણું બધું નથી. અમે સ્કોર સુધી પહોંચવા માટે સારી બેટિંગ કરી ન હતી.
WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટી ઉથલપાથલ
એક તરફ ભારતને ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાને પણ ગાબામાં વેસ્ટ ઈન્ડિઝ દ્વારા ઐતિહાસિક હાર મળી છે. આ બે મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC પોઈન્ટ્સ ટેબલ)ના પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ થઈ છે, ટીમ ઈન્ડિયા ટકાવારીમાં 9 પોઈન્ટના ઘટાડા સાથે બીજા સ્થાનેથી 5માં સ્થાને પહોંચી ગઈ છે. હાલમાં બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ભારત કરતા આગળ છે. ઓસ્ટ્રેલિયા 55.00 ટકા પોઈન્ટ સાથે ટોપ પર છે. જો કે આ જીત બાદ પણ ઈંગ્લેન્ડ 8માં સ્થાને છે.
આ પણ વાંચો - IND vs ENG : Tom Hartley સામે ભારતીય બેટ્સમેન ઘૂંટણીએ, 28 રને ટીમ ઇન્ડિયાની કારમી હાર
આ પણ વાંચો - IND vs ENG : આને ટીમમાંથી કાઢો…, સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો Shubman Gill
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ