Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs BAN:બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન,આ 2 ખેલાડીઓનું કપાયું પત્તુ

બજી ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન આ 2 ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે IND vs BAN: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે (IND vs BAN)બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં ધમાકેદાર અંદાજમાં જીત મેળવી છે. ચેન્નઈમાં...
ind vs ban બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન આ 2 ખેલાડીઓનું કપાયું પત્તુ
  • બજી ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન
  • આ 2 ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન
  • કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે

IND vs BAN: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે (IND vs BAN)બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં ધમાકેદાર અંદાજમાં જીત મેળવી છે. ચેન્નઈમાં રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ ચાર દિવસમાં 280 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડથી આગળ છે. કાનપુરમાં સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ(2nd Test) મેચ રમાનાર છે. આ મેચ માટે સિલેક્ટર્સે ભારતીય ટીમની જાહેરાત (India announce squad)કરી દીધી છે. પહેલી મેચમાં રમનાર ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

Advertisement

બજી ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન

બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં રમનાર ટીમમાં સિલેક્ટર્સ દ્વારા કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેન્નઈ ટેસ્ટ રવિવારે 22 સપ્ટેમ્બર પૂર્ણ થઈ હતી. તેના તરત પછી બીસીસીઆઈ દ્વારા કાનપુરમાં રમાનારા બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી હતી. આ મેચમાં પહેલા અનુભવી ફાસ્ટ બોલર બુમરાહને આરામ આપવાની વાત થઈ રહી હતી. સિલેક્ટર્સે તેને બીજી મેચ માટે પણ પસંદ કરી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં ગ્રીન પાર્કમાં રમાનાર છે.

Advertisement

આશાઓ પર પાણી!

બોર્ડે બીજી ટેસ્ટ મેચ માટે અભિમન્યુ ઇશ્વરન અને સંજુ સેમસનનો ટીમમાં સમાવેશ કર્યો ન હતો. બંને ખેલાડીઓએ દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સદી પણ ફટકારી હતી. અભિમન્યુ ઇશ્વરને બે બેક ટુ બેક સદી ફટકારી હતી, જ્યારે સંજુએ તેની છેલ્લી મેચમાં પણ શાનદાર સદી ફટકારી હતી. આમ છતાં અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ બંને ખેલાડીઓની અવગણના કરી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ફ્લોપ થયેલા ખેલાડીઓની જગ્યાએ સંજુ અને ઇશ્વરનને તક મળી શકી હોત.

Advertisement

આ પણ  વાંચો -Cricket: ક્રિકેટના ચાહકો માટે મોટી ખુશ ખબર, ટેસ્ટ સિરીઝ પહેલા લેવાયો આ મોટો નિર્ણય

આ કામગીરી હતી

દુલીપ ટ્રોફી 2024માં ઇન્ડિયા Bની કેપ્ટનશીપ કરતી વખતે, અભિમન્યુએ પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં 157 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય બીજી મેચમાં પણ તેણે 116 રન બનાવ્યા હતા. સંજુએ પોતાની બીજી મેચમાં ઈન્ડિયા ડી તરફથી રમતા પહેલા દાવમાં પણ 106 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બંને ખેલાડીઓ ઘણા વર્ષોથી ભારતીય ટેસ્ટ ટીમની આસપાસ ફરતા હતા. પરંતુ હજુ સુધી આ બંનેને ભારતીય ટેસ્ટ ટીમ માટે રમવાની તક મળી નથી. ઇશ્વરન સ્થાનિક ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

આ પણ  વાંચો -IND Vs BAN: ઋષભ પંતની સદી પર કોચે કર્યા દિલ ખોલીને વખાણ, કહી આ મોટી વાત!

બીજી ટેસ્ટમાં માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાજ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.

Tags :
Advertisement

.