પર્થમાં જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આ કારમાનું કરનારો પ્રથમ ભારતીય બન્યો
- બુમરાહની શાનદાર બોલિંગ
- જસપ્રીત બુમરાહે ચાર વિકેટ લીધી હતી
- જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો
- બુમરાહ પહેલા આ બોલરે આ કારનામું કર્યું હતું
IND vs AUS :જસપ્રીત બુમરાહ(Jasprit Bumrah)ની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમી રહી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીતને કેપ્ટનશિપની તક મળી છે. આ મેચમાં જસ્સીએ શાનદાર કેપ્ટનશીપ ઉપરાંત શાનદાર બોલિંગ પણ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ના ટોપ ઓર્ડરનો ધ્વસ્તહ કર્યો અને પ્રથમ 3 વિકેટ લીધી. જસપ્રીતે આ મેચમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી હતી. તેણે ડેલ સ્ટેનની બરાબરી કરી લીધી છે.
પર્થમાં બુમરાહનો કમાલ
જસપ્રિત બુમરાહે અદભૂત બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયાના ડેશિંગ ખેલાડી સ્ટીવ સ્મિથને ગોલ્ડન ડક પર આઉટ કર્યો અને આવું કરનાર તે વિશ્વનો બીજો બોલર બન્યો. અત્યાર સુધી માત્ર ડેલ સ્ટેને જ સ્મિથને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. હવે જસપ્રીત બુમરાહ સ્મિથને ગોલ્ડન ડક પર આઉટ કરનાર વિશ્વનો બીજો બોલર બની ગયો છે. સ્ટેને આ પરાક્રમ વર્ષ 2014માં કર્યું હતું.
Wasim Akram said "The best bowler in World Cricket".
- This is Jasprit Bumrah 🐐 pic.twitter.com/JDFLIFhEOj
— Johns. (@CricCrazyJohns) November 22, 2024
જસપ્રીત બુમરાહનો ચાલ્યો જાદુ
પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ ભારતે બોલિંગનો દબદબો જાળવી રાખ્યો હતો. બુમરાહે પહેલા દિવસે મેચમાં 4 મહત્વની વિકેટ લીધી હતી. તેણે ઉસ્માન ખ્વાજા, નાથ મેકસ્વીની, સ્ટીવ સ્મિથ અને કેપ્ટન પેટ કમિન્સને આઉટ કર્યા. બુમરાહ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પ્રથમ દિવસે તેણે 10 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય સિરાજે 9 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી અને પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા હર્ષિત રાણાએ 1 વિકેટ લીધી હતી.
83 રનથી પાછળ છે ઓસ્ટ્રેલિયા
પ્રથમ બેટિંગ કરતા ભારતે 150 રન બનાવ્યા હતા. ટીમનો કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. નીતીશ રેડ્ડીએ 59 બોલમાં 41 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી, જ્યારે ઋષભ પંત ભારત માટે બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે 37 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ 49.4 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 27 ઓવરમાં 67/7 રન બનાવી લીધા હતા.