ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

IND vs AUS 2nd Test: ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી એડિલેડ ટેસ્ટ, સિરીઝ 1-1થી બરાબર

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયામાં 10 વિકેટે જીત ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ હતો ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી IND vs AUS 2nd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ...
11:46 AM Dec 08, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage
IND vs AUS 2nd Test

IND vs AUS 2nd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ હતો જે તેણે મેચના ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં સરળતાથી મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે.

બીજા દાવમાં પણ ભારતીય બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કર્યું હતું.

બીજા દાવમાં પણ ભારતીય બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કર્યું હતું. ભારત બીજા દાવમાં માત્ર 175 રન જ બનાવી શક્યું હતું. તમને જણાવી દઈએ કે આ ગુલાબી બોલ ટેસ્ટમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 157 રનની લીડ મળી હતી જે ભારતીય ટીમને ભારે પડી હતી.

આ પણ  વાંચો-IND vs AUS 2nd Test : પ્રથમ ઇનિંગની ભૂલ બીજી ઇનિંગમાં પણ!

ભારતની બીજી ઇનિંગની ખાસ વાતો

બીજા દાવમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને 12 રનના સ્કોર પર કેએલ રાહુલ (7)ની વિકેટ ગુમાવી દીધી હતી. પેટ કમિન્સે રાહુલને વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ પણ સ્કોટ બોલેન્ડના બોલ પર 24 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને બોલેન્ડના બોલ પર વિકેટકીપર કેરીના હાથે કેચ થયો હતો. કોહલીએ 21 બોલનો સામનો કરીને 11 રન બનાવ્યા હતા.

આ પણ  વાંચો-IND vs AUS 2nd Test : પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના દબદબામાં ટીમ ઈન્ડિયા ધરાશાયી!

શુભમન ગિલ (28) પાસેથી સારી ઇનિંગની અપેક્ષા હતી

શુભમન ગિલ (28) પાસેથી સારી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ મિચેલ સ્ટાર્કે તેનો મિડલ સ્ટમ્પ ઉડાવી દીધો. કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર નિરાશ થયો અને પેટ કમિન્સ દ્વારા બોલ્ડ થયો. રોહિતે 6 રન બનાવ્યા હતા. અહીંથી ઋષભ પંત અને નીતિશ રેડ્ડીએ બીજા દિવસની રમતમાં ભારતીય ટીમને વધુ નુકસાન થવા દીધું ન હતું.

Tags :
2nd test ind vs aus date2nd test match ind vs ausaus vs ind 2nd test day 3 2024Australia vs india test 2 day 3 HighlightsAustralia vs india test 2 day 3 liveAustralia vs india test 2 day 3 live scoreAustralia vs india test 2 day 3 scorecardCricket india vs australia 2nd test Day 3ind vs aus 2nd test liveind vs aus 2nd test scoreind vs aus 2nd test scorecardInd vs Aus Liveind vs aus pink ball testIndia vs australia 2nd test live streamingIndia vs Australia Test 2024INDvsAUSNitish Kumar Reddy pink ball Test 2024R ashiwin Pink ball Test 2024Rishabh Pant Pink ball Test 2024