જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકમાં થયો વધારો
અહેવાલ--સાગર ઠાકર, જુનાગઢ જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકમાં થયો વધારો કમોસમી વરસાદ બાદ ગરમી પડતાં કેરીની આવકમાં વધારો નોંધાયો કેરીની મોસમ પુરજોશમાં, વિવિધ જાતોની કેરીનું વેચાણ હજું પણ કેરીની આવકમાં થશે વધારો, ભાવ યથાવત રહેશે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકમાં...
07:43 AM May 20, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--સાગર ઠાકર, જુનાગઢ
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકમાં થયો વધારો
કમોસમી વરસાદ બાદ ગરમી પડતાં કેરીની આવકમાં વધારો નોંધાયો
કેરીની મોસમ પુરજોશમાં, વિવિધ જાતોની કેરીનું વેચાણ
હજું પણ કેરીની આવકમાં થશે વધારો, ભાવ યથાવત રહેશે
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કમોસમી વરસાદ બાદ છેલ્લા એક અઠવાડીયાથી ગરમીની શરૂઆત થતાં કેરીની આવકમાં વધારો નોંધાયો છે. હાલ કેરીની મોસમ પુરજોશમાં છે અને વિવિધ જાતોની કેરીનું વેચાણ થઈ રહ્યું છે અને હજુ પણ કેરીની આવકમાં વધારો થશે પરંતુ ભાવ યથાવત રહેશે.
આવકમાં ચાર ગણો વધારો નોંધાયો છે
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના દરરોજ અંદાજે 20 થી 25 હજાર બોક્સની આવક થઈ રહી છે અને ભાવમાં પણ ઘટાડો થઈને 300 થી 700 રૂપિયા પ્રતિ બોક્સના ભાવે કેરી વેચાઈ રહી છે. એક અઠવાડીયા અગાઉ કેરીના 4 થી 5 હજાર બોક્સની આવક હતી અને ભાવ 800 થી 1500 રૂપીયા પ્રતિ બોક્સના હતા, આમ આવકમાં ચાર ગણો વધારો નોંધાયો છે અને ભાવમાં રાહત મળી છે અને 300 થી 700 રૂપિયા સુધીના ભાવ રહે છે. જો કે મોટા ફળ હોય તેવી કેરી એક હજાર રૂપિયા પ્રતિ બોકસના ભાવે વેંચાઈ રહી છે.
કેરીની ગુણવત્તા ઉપર અસર
ગત વર્ષે વાવાઝોડુ આવ્યું અને આંબાના વૃક્ષોને ભારે નુકશાન થયું હતું જેની સીધી અસર ચાલુ વર્ષે કેરીની આવક પર પડી હતી આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે પણ કેરીના પાકને નુકશાન થયું હતું ખાસ કરીને કેરીની ગુણવત્તા ઉપર અસર પડી છે. જેવું જોઈએ તેવું ફળ આવતું નથી. જો કે હાલ 20 થી 25 હજાર બોક્સની આવક છે અને ગરમીને લીધે હજુ આવક વધે તેવી સંભાવના છે, હાલ 300 થી 700 રૂપિયા જેવો ભાવ છે અને આગામી દિવસોમાં આવક વધશે છતાં પણ ભાવમાં કોઈ ફરક નહીં પડે, હાલ જે ભાવ છે તે ભાવ આવક વધશે તો પણ યથાવત રહેશે.
કેસર કેરી ખાવાનો આગ્રહ
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરી ઉપરાંત રત્નાગીરી હાફુસ, બેંગલોરની આફુસ, લાલબાગ, પાયરી, લંગડો, તોતાપુરી અને દેશી કેરીની આવક પણ થઈ રહી છે. કેરીની અલગ અલગ વેરાયટી બહારના રાજ્યોમાંથી આવતી હોવાથી તેના ભાવ પણ ઉંચા રહે છે. જો કે સ્વાદના રસિકો કેરી ખરીદવામાં પાછીપાની કરતાં નથી પરંતુ મોટા ભાગે સ્થાનિક લોકો જૂનાગઢ આસપાસના વિસ્તારની કેસર કેરી ખાવાનો આગ્રહ રાખતાં હોય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article