Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : સપ્તાહમાં સતત ત્રીજી વાર ખાદ્યતેલના ભાવમાં ભડકો...

રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો પામતેલના ભાવમાં 240 રૂપિયાનો વધારો કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો 40 રૂપિયા વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ 2645 રૂપિયા થયો આગામી સમયમાં હજુ પણ ભાવ વધવાની શક્યતા આયાતી તેલમાં...
10:27 AM Sep 15, 2024 IST | Vipul Pandya
Increase in price of edible oil pc google

Increase in price of edible oil in Rajkot : રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો (Increase in price of edible oil) થયો છે જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. તહેવારો હવે નજીક છે ત્યારે જ ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 40 રુપિયાનો વધારો થયો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં 110 રુપિયાનો વધારો થયો છે.

રાજકોટમાં ખુલતા બજારે તેલમાં ભાવ વધારો

ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે અને બીજી તરફ તહેવારોની મોસમ પણ શરુ થઇ છે. તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી થઇ ગઇ છે. મોંઘવારીના મારમાં પીસાયેલી જનતાને ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં મોટો ફટકો પડ્યો છે. હજું 12 સપ્ટેમ્બરે જ તેલના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ફરીથી રાજકોટમાં ખુલતા બજારે તેલમાં ભાવ વધારો થયો છે. એક સપ્તાહમાં સતત ત્રીજી વાર તેલના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો----Gujarat: રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો

મળેલી માહિતી મુજબ પામતેલના ભાવમાં 240 રૂપિયાનો વધારો થયો છે તો કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. 40 રૂપિયા વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ 2645 રૂપિયા થયો છે.

આગામી સમયમાં ખાદ્યતેલના ભાવ વધવાની શક્યતા

મનાઇ રહ્યું છે કે હજું પણ આગામી સમયમાં ખાદ્યતેલના ભાવ વધવાની શક્યતા છે. મળેલી માહિતી મુજબ આયાતી તેલમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા તેલના ભાવ ઊંચકાયા છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 2 માસમાં ખાદ્યતેલમાં ભાવ સતત વધી રહ્યા છે. 12 સપ્ટેમ્બરે કપાસિયા તેલમાં 78 રુપિયા અને પામોલીન તેલમાં 60 રુપિયાનો વધારો થયો હતો જ્યારે 7 સપ્ટેમ્બરે કપાસિયા તેલના ભાવમાં 70 રુપિયાનો અને સિંગતેલના ભાવમાં 60 રુપિયાનો વધારો થયો હતો.

આ પણ વાંચો----અચાનક ખાદ્યતેલમાં કસ્ટમ ડ્યુટી વધી! ડુંગળીને લઈને સરકારે કરી મોટી જાહેરાત

Tags :
CastoroilcottonseedoiledibleoilGujaratIncrease in price of edible oilIncreaseinpricepalmoilRAJKOT
Next Article