G20 Summit India : PM MODI એ ટેબલ પર 2 વાર હથોડો માર્યો અને એક શખ્સ આવ્યો....
G20 સમિટના બે દિવસીય સત્રનું ભારતમાં શનિવારે (9 સપ્ટેમ્બર 2023) ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. PM મોદીએ ( narendra modi) સ્થળ ભારત મંડપમ ખાતે આ સમિટમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓ અને રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું. તે પછી તેમણે ઉદ્ઘાટન પ્રવચન સાથે આ...
Advertisement
G20 સમિટના બે દિવસીય સત્રનું ભારતમાં શનિવારે (9 સપ્ટેમ્બર 2023) ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. PM મોદીએ ( narendra modi) સ્થળ ભારત મંડપમ ખાતે આ સમિટમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓ અને રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું. તે પછી તેમણે ઉદ્ઘાટન પ્રવચન સાથે આ સમિટનો એજન્ડા નક્કી કર્યો અને અંતે તેમણે ટેબલ પર બે વાર હથોડો એટલે કે ગીવલ માર્યો જેની સાથે એક વ્યક્તિ આવી અને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
એસ જયશંકરે તેમને તમામ નેતાઓની વચ્ચે પહેલી હરોળમાં ખાલી ખુરશી પર બેસાડ્યા
પીએમ મોદીએ ઊભા થઈને ટેબલ પાસે આવેલા એક વ્યક્તિને ગળે લગાવ્યા, જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે તેમને તમામ નેતાઓની વચ્ચે પહેલી હરોળમાં ખાલી ખુરશી પર બેસાડ્યા. તે ખુરશીની સામે એક ધ્વજ પણ મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે 90ના દાયકાના અંતમાં રચાયેલી આ વૈશ્વિક સમિટમાં ઈતિહાસ રચાયો હતો.
આફ્રિકન યુનિયન G21નો 21મો દેશ બન્યો
પીએમ મોદીએ જે વ્યક્તિને ગળે લગાવ્યા તે અન્ય કોઈ નહીં પણ અજલી અસુમાની હતા, જે 55 આફ્રિકન દેશોના સંઘ એટલે કે આફ્રિકન યુનિયનના પ્રમુખનું પ્રતિનિધિત્વ કરતા હતા. શનિવારે (9 સપ્ટેમ્બર 2023), પીએમ મોદીએ સત્તાવાર રીતે આફ્રિકન યુનિયનને G20 ના કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, તેને કાયમી સભ્ય બનાવવાની હિમાયત કરી હતી. આ પ્રસ્તાવને તમામ દેશોએ સર્વસંમતિથી સ્વીકારી લીધો હતો.
પીએમ મોદીએ અધ્યક્ષ હોવાને કારણે, બે વાર હથોડો મારીને સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી
પરંપરા મુજબ, પીએમ મોદીએ અધ્યક્ષ હોવાને કારણે, બે વાર હથોડો મારીને સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી. તેમણે આ કર્યું કે તરત જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ સાથે વિદેશ મંત્રી જયશંકર અજલી અસૌમાની પાસે આવ્યા અને તેમને G20 રાઉન્ડ ટેબલ પર સ્થાયી સભ્યોની પ્રથમ હરોળમાં બેસાડ્યા.