Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kalol : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઇફ્કોના નેનો DAP તરલ પ્લાન્ટનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. દશેરાના પવિત્ર દિવસે તેઓ માણસા પહોંચ્યા હતા અને મા બહુચર માતાજી મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે દર્શન બાદ કુસુમબા અન્નક્ષેત્રમાં ભોજન લીધું...
kalol   કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઇફ્કોના નેનો dap તરલ પ્લાન્ટનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. દશેરાના પવિત્ર દિવસે તેઓ માણસા પહોંચ્યા હતા અને મા બહુચર માતાજી મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે દર્શન બાદ કુસુમબા અન્નક્ષેત્રમાં ભોજન લીધું હતું. તેમણે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું તથા ખેલ પરિસરનું ભૂમિપૂજન કર્યું હતું.

Advertisement

ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું લોકાર્પણ

Advertisement

ગૃહ મંત્રી અમિત શાહ બપોરે કલોલ ખાતે પહોંચ્યા હતા અને ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી પણ જોડાયા હતા. તેમણે નેનો ડીએપી તરલ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું.

Advertisement

કલોલમાં ઇફ્કોના નેનો લિક્વિડ યુરિયા બાદ હવે નેનો ડીએપી લિક્વિડનું પણ ઉત્પાદન થશે.

નેનો યુરિયા અને ડીએપીને વિશ્વ ફલક

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે આજે દશહેરાનો પવિત્ર દિવસ છે. આજે રામે રાવણ અને માતાએ મહિસાસુરનો વધ કર્યો હતો. અસત્ય પર સત્યના વિજયનો આજનો દિવસ છે અને આજે કેપ્ટન લક્ષ્મી સહેગલજીનો પણ જન્મ દિવસ છે. આજે અહીં નેનો ડીએપી પ્રવાહીના યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નેનો યુરિયા અને ડીએપીને વિશ્વ ફલક પર લઈ જવામાં આવ્યું છે. ભારત જેવી આબોહવા દુનિયાના કોઈ દેશમાં નથી.

ખેડૂતોના બજેટમાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારો

અમિત શાહે કહ્યું કે જમીન ઓછી થતી જાય અને ઓછી ફ્ળદ્રુપ થઈ રહી છે અને હવે નેનો યુરિયા અને નેનો ડીએપી સફળતા કૃષિ ક્ષેત્રમાં અપાવશે. તેમણે કહ્યું કે સમયની જરૂરિયાત છે કે ઉત્પાદનને જાળવી રાખીએ. સંપૂર્ણ ભારત મેક ઇન પ્લાન્ટ નાખવાનું કામ ઇફકોએ કર્યો છે. દેશની 60 ટકા જમીન અને 60 ટકા લોકો ખેતી આધારીત છે. તેમણે કહ્યું કે ખેડૂતોની વર્ષોથી અવગણના કરવામાં આવતી રહી છે. મોદી સરકાર આવ્યા બાદ ખેડૂતોના બજેટમાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો---BHARUCH : જિલ્લામાં આસો નવરાત્રિના સમાપને જવારાનું નર્મદાના નીરમાં વિસર્જન કરાયું

Tags :
Advertisement

.