Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HARNI KAND: માસૂમોના ભોગ બાદ શાળા સંચાલકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા..

HARNI KAND : વડોદરા બોટ દુર્ઘટનામાં માસૂમોનો ભોગ લેવાયા બાદ હવે શાળા સંચાલક મીડિયા સામે આવીને મગરના આંસુ સારી રહ્યો છે. શાળા સંચાલક રુસી વાડીયાએ કહ્યું કે બોટવાળાએ ના પડવા છતાં વધારે લોકોને બેસાડ્યા હતા. તેમણે કહ્યું કે અમારું રોજનું...
harni kand  માસૂમોના ભોગ બાદ શાળા સંચાલકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા

HARNI KAND : વડોદરા બોટ દુર્ઘટનામાં માસૂમોનો ભોગ લેવાયા બાદ હવે શાળા સંચાલક મીડિયા સામે આવીને મગરના આંસુ સારી રહ્યો છે. શાળા સંચાલક રુસી વાડીયાએ કહ્યું કે બોટવાળાએ ના પડવા છતાં વધારે લોકોને બેસાડ્યા હતા. તેમણે કહ્યું કે અમારું રોજનું છે કહીં જબરદસ્તી પાણીમાં લઈ ગયા હતા. હવે સવાલ એ થાય છે કે માસૂમ બાળકોને જબરજસ્તીથી બોટમાં બેસાડાય છે ત્યાં સુધી તેનો વિરોધ કેમ ના કરાયો. વાલીઓએ આરોપ પણ લગાવ્યો છે કે પિકનીકમાં ક્યાં લઇ જવાના છે તે વિશે શાળાએ કોઇ જ જાણ કરી ન હતી.

Advertisement

અલિશબાના પરિવારે સ્કૂલ સંચાલક પર આક્ષેપ લગાવ્યા

વડોદરા હરણી હત્યાકાંડમાં શાળા સંચાલકોની દાદાગીરી સામે આવી છે. વાલીઓએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા છે. અલિશબાના પરિવારે સ્કૂલ સંચાલક પર આક્ષેપ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યા કે બાળકોને પ્રવાસે નહોતું જવું છતાં દાદાગીરી કરીને લઇ ગયા હતા અને બાળકોને ક્યાં લઇ જવાના છે તેની પણ માહિતી આપવામાં આવી નહોતી.

Advertisement

દાદાગીરી કરીને પ્રવાસે લઇ જશો ?

આ આરોપો બાદ શાળા સંચાલકો પર પણ સવાલ ઉભા થયા છે. શાળા સંચાલકો પ્રવાસ માટે દબાણ કેવી રીતે કરી શકે? બાળકને પ્રવાસે નહોતું જવું અને વાલીએ પણ નહોતા મોકલવા તો ફોન કરીને દાદાગીરી કરીને પ્રવાસે લઇ જશો ? તેવો સવાલ ઉભો થયો છે. અલિશબા કોઠારીએ પ્રવાસમાં ના જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Advertisement

સમગ્ર મામલામાંથી છટકવાની કોશિશ કરી

જો કે આજે શાળા સંચાલક રુસી વાડિયા મીડિાય સમક્ષ અચાનક પ્રગટ થયો હતો. શાળા સંચાલકે મગરના આંસુ સારીને જાણે કે તેમની કોઇ જ જવાબદારી ન હતી તેવા નિવેદનો આપીને સમગ્ર મામલામાંથી છટકવાની કોશિશ કરી હતી. રુસી વાડિયાએ કહ્યું કે બોટવાળાએ ના પાડવા છતાં વધારે લોકો બેસાડ્યા હતા. તેમના શિક્ષકે વધુ બાળકોને બેસાડવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે તમામ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને
સ્કૂલ સંચાલકો પણ અલગથી કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે અમે અમારા બાળકો અને શિક્ષકોને ગુમાવ્યા છે.

ફન પાર્ક એરેના લેક વ્યુની બેદરકારીના લીધે આ ઘટના થઇ

મીડિયા સાથે વાત કરતાં રુસી વાડિયાએ કહ્યું કે આ જે ઘટના બની છે તેનાથી સ્કુલ દુખી છે. અમે વાલીઓ સાથે છીએ. ફન પાર્ક એરેના લેક વ્યુની બેદરકારીના લીધે આ ઘટના થઇ છે. મારા સ્ટાફે ચોખ્ખી ના પાડી હતી કે ફુલ બોટ છે. તો બોટવાળાએ કહ્યું કે બેસી જાવ અમારું રોજનું છે. લાઇફ જેકેટ માનસી મેડમે માગ્યા તો સાત આઠ નબાળકોને આપ્યા ન હતા. અમારો રિસ્પોન્સલબલી સ્ટાફ હતો. અમે અમારા છોકરા અને સ્ટાફ ખોયા છે. અમે વાલી સાથે છીએ અને આ લોકોએ બેદરકારી કરી છે આપણે સાથે મળીને લડીશું.

લૂલો બચાવ

તેમણે લૂલો બચાવ કરતાં કહ્યું કે અમારુ વોટસએપ ગૃપ છે, તેમાં ક્યાં લઇ જઇશું તેની ટાઇમ સાથે માહિતી આપી હતી. અમે આ બાબતે તમામ જાણકારી આપી હતી.

આ પણ વાંચો---HARANI KAND: ઘોર બેદરકારી! સેવઉસળવાળો બોટનો અનુભવી કઈ રીતે હોઈ શકે?

Tags :
Advertisement

.