Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : મહિલા ભિક્ષૂકને પગમાં સળિયા નાંખેલી હાલતમાં છોડી દેવાઇ

વડોદરાની સયાજી હોસ્પિટલે માનવતા નેવે મૂકી મહિલા ભિક્ષૂકને પગમાં સળિયા નાંખેલી હાલતમાં છોડી રસ્તા પર રઝળતી મુકી દીધી મહિલા ભિક્ષૂકને કોર્પોરેટરે એમ્બ્યુલન્સ બોલાવી ફરીથી દાખલ કરાવ્યા ઈમરજન્સી વોર્ડના તબીબ, સ્ટાફનો લીધો ઉધડો હોસ્પિટલના જવાબદારો સામે કાર્યવાહીની કરી માગ દંડક બાલકૃષ્ણ...
vadodara   મહિલા ભિક્ષૂકને પગમાં સળિયા નાંખેલી હાલતમાં છોડી દેવાઇ

વડોદરાની સયાજી હોસ્પિટલે માનવતા નેવે મૂકી
મહિલા ભિક્ષૂકને પગમાં સળિયા નાંખેલી હાલતમાં છોડી
રસ્તા પર રઝળતી મુકી દીધી મહિલા ભિક્ષૂકને
કોર્પોરેટરે એમ્બ્યુલન્સ બોલાવી ફરીથી દાખલ કરાવ્યા
ઈમરજન્સી વોર્ડના તબીબ, સ્ટાફનો લીધો ઉધડો
હોસ્પિટલના જવાબદારો સામે કાર્યવાહીની કરી માગ
દંડક બાલકૃષ્ણ શુક્લને સમગ્ર મામલે કરાઈ રજૂઆત

Advertisement

વડોદરાની સયાજી હોસ્પિટલે માનવતા નેવે મૂકી હોવાનો ચોંકાવનારો બનાવ આવ્યો છે. સયાજી હોસ્પિટલમાં મહિલા ભિક્ષૂકને પગમાં સળિયા નાંખેલી હાલતમાં છોડી દેવાઇ છે. આ મામલે જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ કરાઇ છે.

Advertisement

ચોંકાવનારો બનાવ બન્યો

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી સરકારી હોસ્પિટલમાં મધ્ય ગુજરાતના જીલ્લા ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પણ જરુરિયાતમંદો પોતાની સારવાર કરાવવા આવે છે. હોસ્પિટલના તબીબો નર્સો અને પ્રશાસન સામે તેમને અનેક આશા હોય છે. જો કે આજે જે બનાવ બન્યો છે તે ચોંકાવનારો છે. સયાજી હોસ્પિટલમાં માનવતા નેવે મુકી દેવાઇ હોવાનો બનાવ બન્યો છે.

Advertisement

મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ

ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર નાખી દીધી હોવાનું જોવા મળ્યું છે. આ અંગે ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો અને તેમણે 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી

મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ ઇમરજન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો હતો અને જાગૃતિ કાકાએ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલને પણ સમગ્ર મામલે ફરિયાદ પણ કરી હતી. તેમણે સયાજી હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આ પણ વાંચો---રેશનકાર્ડ દુકાનદારોની હડતાળનો મામલો, આજે ફરી સરકાર-હોદ્દેદારો વચ્ચે બેઠક

Tags :
Advertisement

.