SSR કેસમાં કોર્ટે રીયા ચક્રવર્તી ઉપર કસ્યો સિકંજો, વિદેશ જવા ઉપર લગાવી રોક
સુશાંત સિંહ રાજપૂતને હજી સુધી કોણ જ ભૂલી શક્યું હશે. હિન્દી સિનેમા જગતના લોકપ્રિય કલાકારની વર્ષ 2020 માં અણધારી વિદાયથી સિનેમા પ્રેમી ફેન્સમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેમના મૃત્યુ અંગે ઘણો વિવાદ થયો હતો. હોબાળો એટલે સુધી પહોંચ્યો હતો કે સુશાંતના મૃત્યુનો કેસ CBI ને સોંપવામાં આવી હતી. હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી હવે વધુ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ છે.
ચાલો આપણે જાણીએ કે શું છે સમગ્ર બાબત. વાસ્તવમાં બાબત એમ છે કે SSR કેસમાં રિયાના પિતા અને ભાઈ શોવિકે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે કોર્ટે આ અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે અને અભિનેત્રી હજુ પણ દેશની બહાર જઈ શકશે નહીં.
રિયા ચક્રવર્તી દેશ નહીં છોડી શકે
તમને જણાવી દઈએ કે CBI એ રિયા અને તેના પિતા અને ભાઈ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો, જેની સામે તેણે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેના પર કોર્ટે સુનાવણીમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ આ અરજી પર નિર્ણય નહીં લે ત્યાં સુધી અભિનેત્રી રિયા ચક્રવર્તીને વિદેશ જવાની પરવાનગી નહીં મળે.
લુક આઉટ સર્ક્યુલર શું છે ?
લુક આઉટ સર્ક્યુલરની વાત કરીએ તો, જ્યારે તે આરોપી વિરુદ્ધ જારી કરવામાં આવે છે, ત્યારે આરોપી દેશની બહાર જઈ શકતો નથી. જો કે, જો કોઈ કારણસર તેને દેશની બહાર જવું પડે તો તેના માટે તેણે પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે, જો કોર્ટ આમ કરવાની ના પાડે તો કોઈ બહાર જઈ શકશે નહીં.
શું છે સમગ્ર મામલો ?
રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ રહી છે. પરંતુ સુશાંતના અવસાન બાદ તે ભારે ચર્ચાનો વિષય બની હતી. તે હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપી છે, રીયા ઉપર પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.નોંધનીય છે કે રીયા લાંબા સમયથી આ મામલે કાયદાકીય લડાઈ લડી રહી છે. જો આપણે રિયાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે MTV ના રિયાલિટી શો 'રોડીઝ' માં જોવા મળી હતી.
આ પણ વાંચો -- રજનીકાંતે આ ફિલ્મમાં 1 મિનિટ માટે વસૂલ્યા 1 કરોડ કરતાં પણ વધારે રૂપિયા