Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આખરે ઈંતઝાર પૂર્ણ.. ધોનીએ જીત્યો ટોસ...ગુજરાત ટાઇટન્સની પહેલી બેટિંગ

આખરે IPL 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી ફાઇનલ મેચ રમાય તેવી શક્યતા ઉભી થઇ છે. અત્યારે આકાશ ચોખ્ખુ છે અને ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પહેલી બેલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 🚨 Toss Update 🚨...
આખરે ઈંતઝાર પૂર્ણ   ધોનીએ જીત્યો ટોસ   ગુજરાત ટાઇટન્સની પહેલી બેટિંગ
આખરે IPL 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી ફાઇનલ મેચ રમાય તેવી શક્યતા ઉભી થઇ છે. અત્યારે આકાશ ચોખ્ખુ છે અને ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પહેલી બેલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.
ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્લેઈંગ 11
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષ્ણ, મતિષા પથિરાના.
રવિવારે મેચ રદ થઇ હતી
IPL 2023ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSK અને  GT વચ્ચે રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચ યોજાવાની છે. દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  અગાઉ આ મેચ 28 મે રવિવારે સાંજે યોજાવાની હતી પણ વરસાદ પૂર્વે જ અમદાવાદમાં ભારે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો અને આયોજકોએ રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે મેચ મોકૂફ રાખી હતી અને આજે એટલે કે સોમવારે 29મી મેના રોજ રિઝર્વ ડે ના દિવસે ફરીથી ફાઇનલ મેચ યોજવાનું નક્કી કરાયું હતું. મેચમાં વરસાદ વિધ્ન બનતાં સ્ટેડિયમમાં પહોંચેલા તથા ટીવી અને મોબાઇલ ફોન પર મેચ જોઇ રહેલા કરોડો ક્રિકેટ દર્શકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.
Tags :
Advertisement

.