Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા : તમામ ટ્રકો પર GPS લગાવાયા, મુસ્લિમ યુવકે  મફતમાં DJ આપ્યું

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ પર્વ... દેશમાં પુરી અને અમદાવાદની રથયાત્રા પ્રખ્યાત છે. આ વર્ષે પણ અમદાવાદની ઓળખ બની ચુકેલી ભગનાથ જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાશે અને તેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.  ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી અને...
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા   તમામ ટ્રકો પર gps લગાવાયા  મુસ્લિમ યુવકે  મફતમાં dj આપ્યું
Advertisement
અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ પર્વ... દેશમાં પુરી અને અમદાવાદની રથયાત્રા પ્રખ્યાત છે. આ વર્ષે પણ અમદાવાદની ઓળખ બની ચુકેલી ભગનાથ જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાશે અને તેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.  ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે. આ વિશેષ રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ પણ ખાસ તૈયારીઓ કરે છે અને ચીવટભરી કામગિરી કરીને નિર્વિઘ્ને રથયાત્રા પૂર્ણ થાય તેવા પ્રયાસો કરે છે. આ વર્ષે પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે અને રથયાત્રામાં સામેલ 101 રથમાં જીપીએસ ફિટ કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કરીને દર્શનાર્થીઓ માટે ખાસ ડીજેની વ્યવસ્થા કરી છે. તેમાં પણ જેમણે ડીજેની વ્યવસ્થા કરી છે તે મુસ્લીમ યુવક છે. મુસ્લીમ યુવકે પોતાનું ડીજે ફ્રી ઓફ કોસ્ટ આપીને કોમી એક્તાના દર્શન કરાવ્યા છે.
રથયાત્રામાં ટ્રકો આકર્ષણનું કેન્દ્ર 
 દેશ વિદેશમાં ખ્યાતનામ બનેલી અમદાવાદની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. 21 કિમી લાંબી રથયાત્રામાં અખાડા, ભજન મંડળી, કરતબબાજો તો જોડાય છે પણ વિવિધ થીમ પર તૈયાર કરેલી ટ્રકો પણ જોડાય છે. વિવિધ ધીમ પર શણગારાયેલી આ ટ્રકો પણ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બને છે. અમદાવાદ ટ્રક એસોસિએશન દ્વારા ટ્રકોની વ્યવસ્થા કરવામાં આવે છે.
સુચારુ વ્યવસ્થા માટે ટ્રકોનું પાર્કીંગ બદલ્યું
અમદાવાદ શહેર પોલીસના ડીસીપી ( ઇઓડબલ્યું ) ભારતી પંડ્યાએ કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સુંદર આયોજન કરાયું છે. ગયા વર્ષ સુધી તમામ ટ્રકો રસ્તા પર ઉભી રહેતી હતી પણ પછી અમે નવો પ્રયોગ કરીને પાર્કીંગ ચેન્જ કર્યું હતું જેથી મહિલાઓ અને બાળકોને ફાયદો થયો હતો કારણ કે ટ્રકોના કારણે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી.આ સમસ્યા હલ કરવા અમે પાર્કીંગ ચેન્જ કર્યું હતું અને ટ્રક એસોસિએશનના સહયોગથી હવે ટ્રકોનું પાર્કીંગ ચેન્જ કર્યું છે અને એક સાથે 101 ટ્રક હવે પાર્ક થઇ શકશે.
તમામ ટ્રકો પર જીપીએસ લગાવાયું
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ટ્રક બગડે કે તેને આવતા મોડુ થાય કે ટ્રક રસ્તામાં અટવાઇ જાય તો અમને તેનું લોકેશન મળતું ન હતું અને ટ્રક અટવાઇ જાય તો રથયાત્રા સમયસર શરુ થઇ શકતી ન હતી તેથી આ સમસ્યા હલ કરવા માટે અમે બધી જ ટ્રક પર જીપીએસ લગાવ્યા છે અને જીપીએસ દ્વારા ટ્રકોનું લોકેશન મળી શકશે અને મોનિટરીંગ થઇ શકશે. ટ્રક ક્યાંક અટવાય કે ટ્રક ચાલકને મદદની જરુર હોય તો અમે મદદ પણ પહોંચાડી શકીશું.
મુસ્લિમ યુવકે મફતમાં ડીજેની વ્યવસ્થા કરી
ડીસીપી ભારતી પંડ્યાએ વધુમાં કહ્યું કે આ વખતે દર્શનાર્થીઓ માટે શહેર પોલીસ દ્વારા ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીજેની સેવા આપનાર મુસ્લિમ વ્યક્તિ છે અને તેણે પણ મફતમાં ભગવાન માટે આ સેવા આપવાની તત્પરતા બતાવી છે અને તે જ દર્શાવે છે કે ભગવાનની રથયાત્રામાં કોમી એક્તાનું ઉદાહરણ જોવા મળ્યું છે...
શું કહ્યું મુસ્લિમ યુવકે..
ડીજેનો વ્યવસાય કરતાં અને જુહાપુરામાં રહેતા મહેબૂબખાન કરીમખાન પઠાણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત કરતાં કહ્યું કે રથયાત્રામાં ડીજે આપવું તે ધાર્મિક કામ છે અને હું ધાર્મિક કામના પૈસા લેતો નથી. મફત ડીજે આપીને મને સેવા કરવાનો મોકો મળ્યો છે.
Tags :
Advertisement

.

×