Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ભગવાન જગન્નાથજી બિરાજશે હાઇડ્રોલિક રથમાં...!

અહેવાલ----રાબિયા સાલેહ, સુરત અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈ નગર ચર્ચા એ નીકળશે.જેની ભવ્ય તૈયારીઓ સુરત ખાતે કરવામાં આવી રહી છે. સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા...
સુરતમાં ભગવાન જગન્નાથજી બિરાજશે હાઇડ્રોલિક રથમાં
અહેવાલ----રાબિયા સાલેહ, સુરત
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈ નગર ચર્ચા એ નીકળશે.જેની ભવ્ય તૈયારીઓ સુરત ખાતે કરવામાં આવી રહી છે. સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે.જે રીતે રોડ પર ઈલેક્ટ્રીક વાહન જોવા મળે છે. તે જ ટેકનિક થી આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે.  આ રથ સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે. જેથી સુરતના રસ્તાઓ ઉપર આ વખતે રથયાત્રા માં હાઇડ્રોલિક રથ આકર્ષણ નું કેન્દ્ર રહેશે.
આ રથ ગુજરાતનો સૌથી મોટો રથ
આ રથયાત્રામાં ગુજરાતમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર સુરતમાં બનાવેલો રથ રહેશે. સુરતમાં રથ યાત્રા માટે છેલ્લા આઠ મહિનાથી હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ સુરતમાં જોવા મળશે છે. રથ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પર થી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં જોવા પણ મળશે. ખાસ કરીને જો રથથી વિશેષતાની વાત કરીએ તો આ રથ ગુજરાતનો સૌથી મોટો રથ છે.જેની ઊંચાઈ 33 ફૂટ છે. લંબાઈ 27 ફૂટ અને પહોળાઈ 17 ફૂટ છે. ખૂબ જ આધુનિક અને સમય પ્રમાણે ચાલે એવો રથ બનાવવામાં આવ્યો છે.
રથયાત્રા કુલ 11 કિલોમીટરની 
રથયાત્રા કુલ 11 કિલોમીટરની રાખવામાં આવી છે. રથ ને ચલાવવા માટે એક ડ્રાઇવિંગ સ્ટેન્ડ પણ રહેશે. તેમ છતાં રથને ભક્તો પણ ચલાવશે. સુરતના વરાછા મીનીબજારથી રથયાત્રાનો પ્રારંભ થશે અને સરથાણા જકાતનાકા સુધી સમાપન કરવામાં આવશે.
કોમીએકતા નો સંદેશ
સુરતમાં આ વખતની રથયાત્રા યાદગાર રહે એ માટે વરાછાના ઇસ્કોન મંદિરના સેવકો દ્વારા અનોખો રથ અને વાઘા માં પણ કોમીએકતા નો સંદેશ આપવામાં આવ્યો છે. ૭૦ જેટલા અલગ અલગ ધર્મના લોકો રથયાત્રા ની સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવાશે. આ વખતે અત્યાધુનિક ટેકનિક નો ઉપયોગ કરીને બનાવેલો રથ લોકોમાં પણ બદલાવ લાવશે. લાકડામાંથી રથ તૈયાર કરવાનો બદલે અન્ય વાહનનો ઉપયોગ કરી કારીગરો અને ઇસ્કોન મંદિરના સેવકો એ મહિના સુધી મહેનત કરી રથને તૈયાર કર્યો છે. જે નગર ચર્ચા એ નીકળતા શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે...
Advertisement
Tags :
Advertisement

.