ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat માં ચકચારી ઘટના! હીરા દલાલની પત્નીએ 4 વર્ષનાં પુત્રને ઝેર પીવડાવી પોતે પણ કર્યો આપઘાત

સુરતમાં હીરાદલાલની પત્ની અને પુત્રનો આપઘાત પુત્રને ઝેર પીવડાવી પોતે પણ દવા પી આપઘાત કર્યો મહિલાએ માતા અને બહેન સાથે વાત કર્યા બાદ પગલું ભર્યું આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ કે ઘરકાંકાસનું કારણ હોવાની શંકા સુરતમાં (Surat) હીરા ઉદ્યોગમાં મંદીનાં...
10:11 AM Oct 03, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. સુરતમાં હીરાદલાલની પત્ની અને પુત્રનો આપઘાત
  2. પુત્રને ઝેર પીવડાવી પોતે પણ દવા પી આપઘાત કર્યો
  3. મહિલાએ માતા અને બહેન સાથે વાત કર્યા બાદ પગલું ભર્યું
  4. આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ કે ઘરકાંકાસનું કારણ હોવાની શંકા

સુરતમાં (Surat) હીરા ઉદ્યોગમાં મંદીનાં કારણે કેટલાક લોકો બેરોજગારી અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે એક હચમચાવે એવા સમાચાર આવ્યા છે. સુરતમાં એક હીરા દલાલની પત્નીએ પુત્રને ઝેર આપી પોતે પણ આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. આ મામલે ઉત્રાણ પોલીસે (Uttran Police) કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું કારણ આર્થિક સંકળામણ અને ઘરકંકાસ હોવાનું હાલ મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો - તેલના ડબ્બા ચોરીને અંજામ આપતો માસ્ટરમાઈન્ડ 3 વર્ષ બાદ સુરત પોલીસે ઝડપ્યો

સુરતમાં હીરા દલાલની પત્ની અને પુત્રનો આપઘાત

સુરતનાં (Surat) ઉત્રાણ વિસ્તારમાં હીરા દલાલની પત્ની અને પુત્રનાં આપઘાતની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, હીરા દલાલની 26 વર્ષીય પત્ની પાયલ ધામતે તેના 4 વર્ષીય પુત્ર માહિર ધમાતને અનાજમાં નાખવાની ઝેરી ટીકડીનો ભૂકો કરી પીવડાવી હતી અને ત્યાર બાદ પોતે પણ ટીકડીનો ભૂકો ખાઈ ગઈ હતી. બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે ઉત્રાણ પોલીસે હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat Crime Branch એ મોબાઈલ શોપમાં લૂંટ માચાવતો રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો

આત્મહત્યા કરતા પહેલા બહેનને વીડિયો કોલ કર્યો

પોલીસ તપાસ મુજબ, 26 વર્ષીય પાયલ ધામતે આત્મહત્યા કરતા પહેલા માતા અને બહેનને વીડિયો કોલ કર્યો હતો. નવરાત્રી (Navratri 2024) નિમિત્તે 4 વર્ષનાં પુત્ર માટે નવા કપડાં લીધા હતા તે બહેનને બતાવ્યાં હતાં. ઝેરી દવા પીધા પછી પાયલ ઘમાતને ઊલટી થઈ હતી. આથી, તેણીએ પતિનો ફોન કર્યો હતો. પતિએ બંનેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. માતા અને પુત્રનાં આપઘાત પાછળ હાલ આર્થિક તંગી અને ઘરકંકાસ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, પોલીસે મૃતક મહિલાનો ફોન જપ્ત કરી પતિ, સગા-સંબંધીઓ અને પાડોશીઓની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ આદરી છે.

આ પણ વાંચો - Amdavad માં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, મનપાની ઓફિસ સામે દારૂની થેલીઓ....

Tags :
આત્મહત્યા પહેલા બહેનને કર્યો હતો Video કૉલ
Next Article