Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં મસાલા,પનીર-ચીઝ બાદ હવે દવા પણ નકલી મળી આવી

 સમગ્ર રાજ્યમાં હાલમાં ભેળસેળના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પેસ્ટ્રી, મરી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી મળી આવી છે. મહાનગરપાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ જણાઈ આવ્યા છે. શારીરિક તંદુરસ્તી માટે લેવામાં આવતી હેલ્થ સપ્લિમેન્ટની...
સુરતમાં મસાલા પનીર ચીઝ બાદ હવે દવા પણ નકલી મળી આવી
 સમગ્ર રાજ્યમાં હાલમાં ભેળસેળના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પેસ્ટ્રી, મરી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી મળી આવી છે. મહાનગરપાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ જણાઈ આવ્યા છે. શારીરિક તંદુરસ્તી માટે લેવામાં આવતી હેલ્થ સપ્લિમેન્ટની દવાઓ પણ સુરક્ષિત નથી. તપાસમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ આવ્યા છે. શાહપોર આશિષ મેડિકલ, મગોબ ની જય અંબે કેમિસ્ટ, બમરોલી ની એસ એચ કેમિસ્ટ ના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે. મહાનગરપલિકા એ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતમાં(Surat) ખાધપદાર્થો બાદ હવે દવાના (Medicine) સેમ્પલ પણ ફેલ ગયા છે. જેમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.જેમાં કોર્પોરેશનની  તપાસમાં દવાના સેમ્પલ ફેલ થયા છે. જેમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા શાહપોરની આશિષ મેડિકલ અને મગોબની જય અંબે કેમિસ્ટના સેમ્પલ ફેલ થયા છે. આ ઉપરાંત બામરોલીની એસ.એચ કેમિસ્ટના સેમ્પલ પણ ફેલ થયા છે. જેમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ થયા હતા.
જો તમે શારીરિક રીતે મજબૂત બનવા પ્રોટીન સપ્લીમેન્ટ અને દવાઓ લેતા હોવ તો થઇ જજો સાવધાન. કેમકે સુરતમાં મરી મસાલા અને પનીર સહિતની ખાદ્ય વસ્તુઓ બાદ હવે દવાઓ પણ નકલી વેચાતી હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાંથી લીધેલા દવાઓ તેમજ સપ્લીમેન્ટના સેમ્પલ ચકાસણીમાં ફેલ થયા છે.
મનપાની ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા શાહપોરના આશિષ મેડિકલ, મગોબના જય અંબે કેમિસ્ટ, બામરોલીના એસ.એચ. કેમિસ્ટ સહિતના સ્ટોર્સમાંથી હેલ્થ સપ્લીમેન્ટ તેમજ દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 4 સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા છે મનપા દ્વારા એક સંસ્થાને દંડ ફટકારવામાં આવ્યો છે.જ્યારે કે 3 સંસ્થા સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પનીર વેચતી આ 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ
સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી પનીરના 15 સેમ્પલ લીધા હતાં, તેમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. તેમના પનીરમાં ભેળસેળ મળી આવી છે. આ તમામ 10 ડેરી અને પનીર વેચતી દુકાનોમાંથી 240 કિલો અખાદ્ય પનીરનો નાશ કરીને તમામ દુકાન અને ડેરી બંધ કરાવી દેવામાં આવી છે.
ત્રણ અઠવાડિયા પહેલાં ભાવનગરમાં મોટાપાયે નકલી પનીરનું ઉત્પાદન કરી શહેરોમાં વેચાણ કરાતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. રાજકોટ પાલિકાએ 1600 કિલો નકલી પનીર પકડી પાડ્યું હતું. ત્યારબાદ સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં પનીરના સેમ્પલ લેવા માટેની ઝૂંબેશ છેડાઈ હતી. સુરત પાલિકાના ફૂડ વિભાગે પણ પખવાડિયા પહેલા પનીર સેમ્પલ લીધા રા. ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારની 15 ડેરીઓમાં આરોગ્યલક્ષી દરોડા પાડી પનીરની ગુણવત્તા ચકાસવા માટે 15 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.
Advertisement
Tags :
Advertisement

.