Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Suratમાં અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી લીધી....

સુરતમાંથી બે નકલી પોલીસની ધરપકડ રૂપિયાની માંગણી કરતા નકલી હોવાનું ખુલ્યું વ્યક્તિને પોલીસ તરીકે આપી હતી ઓળખ ધાકધમકી આપી કરી હતી રુપિયાની માગણી રુપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવવાની આપી હતી ધમકી વ્યક્તિને શંકા જતાં ગોડાદરા પોલીસ મથકમાં...
09:51 AM Sep 18, 2024 IST | Vipul Pandya
SURATPOLICE

Surat Police : સુરતમાં પોલીસ તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતા 2 નકલી પોલીસને અસલી પોલીસે (Surat Police ) ઝડપી લીધા છે. સુરતના એક વ્યક્તિને આ બંને શખ્સોએ રુપિયા નહી આપો તો ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી. ગોડાદરા પોલીસે બંનેને ઝઢપી લઇને વધુ તપાસ શરુ કરી હતી.

બે નકલી પોલીસની ધરપકડ કરી

પોલીસ તરીકેની ઓળખ આપી એક વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના 2 આરોપીને પોલીસે ઝડપી લીધા છે.

આ પણ વાંચો---Surat Policeની મોટી કામગીરી, પથ્થરમારો કરનારા 14 આરોપીઓને ઝડપી પાડ્યા

ખોટા કામ કરો છો કહી રૂપિયાની માંગણી

આ વ્યક્તિને બંને નકલી પોલીસ બનીને પોલીસ તરીકે પોતાની ઓળખ આપી હતી અને તમે ખોટા કામ કરો છો તેવી ધમકી આપી રુપિયા નહી આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

અસલી પોલીસે બંનેને ઝડપી લીધા

જો કે આ વ્યક્તિને શંકા જતા તેણે ગોડાદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વોચ ગોઠવી બંને નકલી પોલીસને ઝડપી લીધા હતા. બંને શખ્સોએ અત્યાર સુધી કેટલા લોકોને પોલીસની ઓળખ આપીને ફસાવ્યા છે અને રુપિયા પડાવ્યા છે તે દિશામાં ગોડાદરા પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો---Surat માં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, કુલ 15 તબીબ ઝડપાયા

આ પણ વાંચો---Surat: શહેરમાં વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા, તમામ રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત

આ પણ વાંચો---Surat પથ્થરમારાની ઘટના બાદ અસામાજિક તત્વોના દબાણ હટાવ્યા

Tags :
Crimefake ploceGujaratpolice manSuratSuratpolice
Next Article