Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Suratમાં અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી લીધી....

સુરતમાંથી બે નકલી પોલીસની ધરપકડ રૂપિયાની માંગણી કરતા નકલી હોવાનું ખુલ્યું વ્યક્તિને પોલીસ તરીકે આપી હતી ઓળખ ધાકધમકી આપી કરી હતી રુપિયાની માગણી રુપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવવાની આપી હતી ધમકી વ્યક્તિને શંકા જતાં ગોડાદરા પોલીસ મથકમાં...
suratમાં અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી લીધી
  • સુરતમાંથી બે નકલી પોલીસની ધરપકડ
  • રૂપિયાની માંગણી કરતા નકલી હોવાનું ખુલ્યું
  • વ્યક્તિને પોલીસ તરીકે આપી હતી ઓળખ
  • ધાકધમકી આપી કરી હતી રુપિયાની માગણી
  • રુપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવવાની આપી હતી ધમકી
  • વ્યક્તિને શંકા જતાં ગોડાદરા પોલીસ મથકમાં આપી હતી ફરિયાદ
  • ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
  • તપાસના અંતે બંને નકલી પોલીસ ઝડપાયા
  • સમગ્ર મામલે ગોડાદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી

Surat Police : સુરતમાં પોલીસ તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતા 2 નકલી પોલીસને અસલી પોલીસે (Surat Police ) ઝડપી લીધા છે. સુરતના એક વ્યક્તિને આ બંને શખ્સોએ રુપિયા નહી આપો તો ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી. ગોડાદરા પોલીસે બંનેને ઝઢપી લઇને વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

બે નકલી પોલીસની ધરપકડ કરી

પોલીસ તરીકેની ઓળખ આપી એક વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના 2 આરોપીને પોલીસે ઝડપી લીધા છે.

આ પણ વાંચો---Surat Policeની મોટી કામગીરી, પથ્થરમારો કરનારા 14 આરોપીઓને ઝડપી પાડ્યા

Advertisement

ખોટા કામ કરો છો કહી રૂપિયાની માંગણી

આ વ્યક્તિને બંને નકલી પોલીસ બનીને પોલીસ તરીકે પોતાની ઓળખ આપી હતી અને તમે ખોટા કામ કરો છો તેવી ધમકી આપી રુપિયા નહી આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

Advertisement

અસલી પોલીસે બંનેને ઝડપી લીધા

જો કે આ વ્યક્તિને શંકા જતા તેણે ગોડાદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વોચ ગોઠવી બંને નકલી પોલીસને ઝડપી લીધા હતા. બંને શખ્સોએ અત્યાર સુધી કેટલા લોકોને પોલીસની ઓળખ આપીને ફસાવ્યા છે અને રુપિયા પડાવ્યા છે તે દિશામાં ગોડાદરા પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો---Surat માં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, કુલ 15 તબીબ ઝડપાયા

આ પણ વાંચો---Surat: શહેરમાં વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા, તમામ રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત

આ પણ વાંચો---Surat પથ્થરમારાની ઘટના બાદ અસામાજિક તત્વોના દબાણ હટાવ્યા

Tags :
Advertisement

.