Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાપુઆ ન્યુ ગીનીમાં PM મોદીએ કહ્યું : વિશ્વએ ગ્લોબલ સાઉથની શક્તિને સમજવી જોઈએ

PM નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગીનીની મુલાકાતે છે. અહીં PM મોદીએ વડાપ્રધાન જેમ્સ માર્પે સાથે 3જી ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન સમિટની સહ-અધ્યક્ષતા કરી. આ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે G20 દ્વારા ગ્લોબલ સાઉથની ચિંતાઓ, તેમની અપેક્ષાઓ અને તેમની આકાંક્ષાઓને વિશ્વ સુધી...
08:31 AM May 22, 2023 IST | Hardik Shah

PM નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગીનીની મુલાકાતે છે. અહીં PM મોદીએ વડાપ્રધાન જેમ્સ માર્પે સાથે 3જી ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન સમિટની સહ-અધ્યક્ષતા કરી. આ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે G20 દ્વારા ગ્લોબલ સાઉથની ચિંતાઓ, તેમની અપેક્ષાઓ અને તેમની આકાંક્ષાઓને વિશ્વ સુધી પહોંચાડવાની ભારત પોતાની જવાબદારી માને છે. છેલ્લા બે દિવસમાં G7 સમિટમાં મારો આ પ્રયાસ હતો. ભારતે જળવાયુ પરિવર્તનના મુદ્દે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો આગળ રાખ્યા છે. મને ખુશી છે કે અમે આના પર ઝડપથી કામ કરી રહ્યા છીએ. PM મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં ભારતની ભૂમિકા સૌએ જોઈ છે. જણાવી દઈએ કે, આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મે સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેશે.

હવે નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે : PM મોદી

PM મોદીએ એમ પણ કહ્યું કે, "કોવિડ રોગચાળાની અસર ગ્લોબલ સાઉથના દેશો પર સૌથી વધુ જોવા મળી હતી. ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આફત, ભૂખમરો, ગરીબી અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પહેલાથી જ હતા, હવે નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે... મને ખુશી છે કે ભારત મુશ્કેલીના સમયમાં તેના મૈત્રીપૂર્ણ પેસિફિક ટાપુ દેશો સાથે ઊભું રહ્યું. ભારત તમામ ભાગીદાર દેશોને તેની ક્ષમતા અનુસાર મદદ કરી રહ્યું છે. જેમ મેં પહેલા કહ્યું છે કે, મારા માટે તમે એક નાનકડો ટાપુ રાજ્ય નથી, એક વિશાળ સમુદ્રી દેશ છો. તમારા મહાસાગર ભારતને તમારી સાથે જોડે છે.

પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપેએ કહ્યું કે આપણે બધા એક સહિયારા ઇતિહાસમાંથી આવ્યા છીએ. ઇતિહાસ કે જે વૈશ્વિક દક્ષિણના દેશોને એક સાથે રાખે છે. દ્વિપક્ષીય બેઠકમાં મને ખાતરી આપવા બદલ હું તમારો (PM મોદી) આભાર માનું છું કે જ્યારે તમે આ વર્ષે G20ની યજમાની કરશો, ત્યારે તમે ગ્લોબલ સાઉથ સંબંધિત મુદ્દાઓની હિમાયત કરશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 14 પેસિફિક ટાપુ દેશો (PICs) ના નેતાઓ પાપુઆ ન્યુ ગિનીમાં 3જી ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટમાં ફોટા પડાવ્યા.

આ પણ વાંચો : PAPUA NEW GUINEA ના PM એ વડાપ્રધાન NARENDRA MODI ના ચરણસ્પર્શ કર્યા, આપવામાં આવ્યુ ગાર્ડ ઓફ ઓનર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
pm modipm modi in g7 summitpm modi in hiroshimapm modi in papua new guineapm modi japan visitpm modi speech today
Next Article