Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal :  નાના સખપર ગામમાં વીજપોલના અર્થિંગમાં કરંટ લાગતાં ભાઇ બહેનનું મોત 

અહેવાલ----વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ તાલુકાના નાનાસખપર ગામે વીજપોલના અર્થિંગને અડી જતા કરંટ લાગવા થી બે માસૂમ ભાઇ બહેનના ઘટના સ્થળે જ મોત નિપજતા પરીવારમાં હાહાકાર મચી ગયો છે. વીજ કરંટનો જોરદાર ઝટકો લાગતાં બંને ભાઇ બહેનના ઘટના સ્થળે મોત પ્રાપ્ત...
gondal    નાના સખપર ગામમાં વીજપોલના અર્થિંગમાં કરંટ લાગતાં ભાઇ બહેનનું મોત 
અહેવાલ----વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ તાલુકાના નાનાસખપર ગામે વીજપોલના અર્થિંગને અડી જતા કરંટ લાગવા થી બે માસૂમ ભાઇ બહેનના ઘટના સ્થળે જ મોત નિપજતા પરીવારમાં હાહાકાર મચી ગયો છે.
વીજ કરંટનો જોરદાર ઝટકો લાગતાં બંને ભાઇ બહેનના ઘટના સ્થળે મોત
પ્રાપ્ત વિગત મુજબ નાનાસખપર ગામે ધીરુભાઈ ગોગનભાઈ પટોળીયાની વાડીએ ખેત મજુરી કરતા નરેશભાઇ લુહારભાઇ સોલંકી ના માસૂમ બાળકો પાયલ (ઉ.૬) તથા પ્રવિણ (ઉ.૩) સવારના સુમારે વાડીમાં રમતા રમતા વીજ પોલ ના અર્થિંગને અડી જતા વીજ કરંટનો જોરદાર ઝટકો લાગતાં બંને ભાઇ બહેનના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
પિતા તુરત દોડ્યા
થોડે દુર પાણી વાળી રહેલા પિતા નરેશભાઇનું ધ્યાન પડતા તેઓ તુરત જ દોડી ગયા હતા.તેમણે જોયું કે બંને બાળકો નિસ્તેજ હાલતમાં પડ્યા હતા જેથી તેઓ હતપ્રત બન્યા હતા. બાદમાં બાળકોના મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
પરિવારમાં હાહાકાર
નરેશભાઇ મુળ મધ્યપ્રદેશ બારવાણીના ધામરીયા ગામના છે અને એક વરસ થી નાના સખપર ધીરુભાઈ ની વાડીએ પરીવાર સાથે રહી ખેત મજૂરી કરે છે.સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે.સવારે બનેલી ગમખ્વાર ઘટનામાં પુત્ર અને પુત્રીનો ભોગ લેવાતા પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. ગ્રામજનોના કહેવા મુજબ વીજ પોલમાં એક વાયર છુટો હોવાથી અને તે અર્થિંગને અડી ગયો હતો જેથી વીજપ્રવાહ ચાલુ હતો. બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement

.