ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કર્ણાટકમાં આ પાર્ટીઓને તો NOTA કરતાં પણ ઓછા VOTE મળ્યા..! જાણો રસપ્રદ માહિતી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કર્ણાટક ચૂંટણીની મતગણતરી બાદ ચૂંટણી પંચ દ્વારા તમામ 224 બેઠકોના ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં NOTAને 0.69 ટકા મત મળ્યા છે. ઘણી પાર્ટીઓને...
12:41 PM May 13, 2023 IST | Vipul Pandya
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કર્ણાટક ચૂંટણીની મતગણતરી બાદ ચૂંટણી પંચ દ્વારા તમામ 224 બેઠકોના ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં NOTAને 0.69 ટકા મત મળ્યા છે.
ઘણી પાર્ટીઓને NOTA કરતા ઓછા વોટ મળ્યા
ચૂંટણી પંચના મતે ઘણી પાર્ટીઓને NOTA કરતા ઓછા વોટ મળ્યા છે. જેમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી જેવા પક્ષોનો સમાવેશ થાય છે.
જાણો કોને કેટલા વોટ મળ્યા?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ને 0.02% વોટ મળ્યા છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ને 0.26% વોટ મળ્યા છે. આમ આદમી પાર્ટી, SP પણ એ પાર્ટીમાં સામેલ છે જેને NOTA કરતા ઓછા વોટ મળ્યા છે. આંકડા મુજબ, આમ આદમી પાર્ટીને 0.57%, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક (ઉપવાદી) 0.02%, CPI 0.02%, JDU 0.00%, SP 0.02% મળ્યા છે.
કોંગ્રેસ 224માંથી 119 સીટો પર આગળ 
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. વલણો અનુસાર કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. આંકડાઓ અનુસાર કોંગ્રેસને 224 બેઠકોમાંથી 119 બેઠકો મળી રહી છે. આ પછી ભાજપને 75 સીટો પર સરસાઈ મળી છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર કનકપુરા બેઠક પરથી જીત્યા છે. અગાઉ, તેઓ જેડીએસ નેતા બી નાગરાજુ અને ભાજપના નેતા અને મંત્રી આર અશોક સામે 20,500 થી વધુ મતોથી આગળ હતા. કર્ણાટકમાં 10 મેના રોજ 224 સભ્યોની વિધાનસભા સીટ માટે મતદાન થયું હતું. આ વખતે મતદાનમાં 73.19 ટકા "વિક્રમી" મતદાન નોંધાયું હતું. આ સાથે, મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નજીકની લડાઈની આગાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો---KARNATAKA ELECTIONS: રિસોર્ટ રાજનીતિ શરું, ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસનો પ્લાન B તૈયાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
karnataka assembly electionkarnataka assembly election resultNOTAparties
Next Article