ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાઘવજી ઉવાચ : 'નેતા હોવાથી કોઈ ફી લે નહીં, પરીક્ષાનું પણ પૂછે નહીં..!'

જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યો અનુભવ "PTC બાદ શિક્ષક બનવું હતું પણ બની ગયો રાજકારણી" "શિક્ષક બનવું હતું પણ ચૂંટણી આવી દોલતબાપાના રવાડે ચઢ્યો" "દોલતબાપા ચૂંટણી હારી જતાં મારું પણ વર્ષ બગડ્યું" રવિવારે શિક્ષક સંઘમાં શિક્ષકો સામે હળવાશમાં જણાવ્યું...
01:22 PM Nov 07, 2023 IST | Vipul Pandya

જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યો અનુભવ
"PTC બાદ શિક્ષક બનવું હતું પણ બની ગયો રાજકારણી"
"શિક્ષક બનવું હતું પણ ચૂંટણી આવી દોલતબાપાના રવાડે ચઢ્યો"
"દોલતબાપા ચૂંટણી હારી જતાં મારું પણ વર્ષ બગડ્યું"
રવિવારે શિક્ષક સંઘમાં શિક્ષકો સામે હળવાશમાં જણાવ્યું
"રાજકારણી બન્યા બાદ પરીક્ષા આપી સ્નાતક બન્યો"
"નેતા હોવાથી કોઈ ફી લે નહીં પરીક્ષાનું પણ પૂછે નહીં"
"જે મહિને વકીલાતની સનદ મળી બની ગયો તે વર્ષે બન્યો MLA"

જામનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે PTC બાદ શિક્ષક બનવું હતું પણ બની ગયો રાજકારણી....

નેતા હોવાથી કોઇ ફી ના લે અને કોઇ પરીક્ષાનું પણ પુછતું ન હતું

જામનગરમાં રવિવારે શિક્ષક સંઘનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે શિક્ષકો સામક્ષ હળવાશમાં ઘણી વાતો કરી હતી અને પોતાનો અનુંભવ વર્ણવ્યો હતો. તેમણે ચોખ્ખુ કહ્યું કે રાજકારણી બન્યા બાદ પરીક્ષા આપી હું સ્નાતક થયો હતો અને નેતા હોવાથી કોઇ ફી ના લે અને કોઇ પરીક્ષાનું પણ પુછતું ન હતું.

દોલતબાપાના રવાડે ચડ્યો

જામનગરના આ કાર્યક્રમમાં રાઘવજી પટેલે શિક્ષક સંધના શિક્ષકોની હાજરીમાં પોતાના ખાસ અંદાજમાં વાસ્તવિક્તા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે મારો જીવ શિક્ષકનો છે. મે મેટીસી કર્યું છે અને મારે તો શિક્ષક થવું હતું પણ ચૂંટણી આવી અને દોલતબાપાના રવાડે ચડ્યો અને પરીક્ષા ના આપી. બાપા ચૂંટણી હારી ગયા અને મારુંય વર્ષ ગયું...

જે મહીને વકીલાતની સનદ મળી તે વર્ષે જ એમએલએ બની ગયો

તેમણે કહ્યું કે પછી હું રાજકારણના રવાડે ચડ્યો અને પછી પરીક્ષા આપી, પાસ થયો, સ્નાતક થયો, લો કર્યુ, સનદ પણ મેળવી પણ આ બધું મફતમાં થયુ, કારણ કે નેતા હતો એટલે કોઈ ફી લે નહી, હાજરી પૂરે નહી અને પરીક્ષાનું પૂછે નહી,પણ નસીબ જોગે જે મહીને વકીલાતની સનદ મળી તે વર્ષે જ એમએલએ બની ગયો.

આ પણ વાંચો----ISKCON ACCIDENT BRIDGE CASE : તથ્ય પટેલની દિવાળી હવે જેલમાં જ…!

Tags :
Agriculture MinisterGujaratJamnagarPoliticsRaghavji Patel
Next Article