Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad :  ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાચા અર્થમાં શ્રમદાન કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ લક્ષમણગઢ ના ટેકરા પાસે મુખ્યમંત્રીએ શ્રમદાન કર્યું હતું. .. ભુપેન્દ્ર પટેલે આજે વર્ષોથી પડી...
ahmedabad    ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાચા અર્થમાં શ્રમદાન કર્યું 
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ લક્ષમણગઢ ના ટેકરા પાસે મુખ્યમંત્રીએ શ્રમદાન કર્યું હતું. ..
ભુપેન્દ્ર પટેલે આજે વર્ષોથી પડી રહેલા કચરા તેમજ પથ્થરોને હટાવી લોકોને પણ સ્વચ્છતાનો સંદેશો આપ્યો
અનેક લોકો માત્ર ફોટા પડાવવા માટે જ શ્રમદાન  કરતા હોય છે પરંતુ cm ભુપેન્દ્ર પટેલે સાંઈબાબાના મંદિરથી લક્ષ્મણ ગઢના ટેકરા સુધી સાચા અર્થમાં શ્રમદાન કર્યું.. અનેક જગ્યાઓ પર એવું જોવા મળતું હોય છે કે  જ્યારે કોઈ નેતા સફાઈ કરવા જાય તે પહેલાં જ તે જગ્યાની સફાઈ થઈ ચૂકી હોય છે પરંતુ સીએમ ભુપેન્દ્ર પટેલે આજે વર્ષોથી પડી રહેલા કચરા તેમજ પથ્થરોને હટાવી લોકોને પણ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

Advertisement

સીસીટીવી લગાવી મોનિટરિંગ કરવાની સૂચના આપી
લક્ષ્મણ ગઢનો ટેકરો અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેવી જગ્યા છે કે જ્યાં લોકો રોડ ઉપર આવીને કચરો નાખી જતા હોય છે જેના કારણે ખૂબ જ ગંદકી આ વિસ્તારમાં થતી હોય છે. અનેક વખત લોકોને સમજાવ્યા હોવા છતાં પણ લોકો અહીંયા કચરો નાખતા હોવાના કારણે રાહદારીઓને પણ ભારે હાલતી પડી રહી છે ત્યારે સીએમ ભુપેન્દ્ર પટેલે કોર્પોરેશનના અધિકારીઓને અહીં સીસીટીવી લગાવી મોનિટરિંગ કરવાની સૂચના આપી. તેમજ જે લોકો રોડ ઉપર કચરો નાખે તેમની પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવાની પણ સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે. શ્રમદાન કર્યા બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી તેમજ તે દરમિયાન ત્યાંના સ્થાનિક નાના બાળકે પણ સીએમ સાથે ફોટો પડાવીએ સેલ્ફી ક્લિક કરાવી હતી
Tags :
Advertisement

.