Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તોશાખાના મામલે Imran Khan ને મોટી રાહત, Islamabad Highcourt એ સજા પર લગાવી રોક

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાનના તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને તોશાખાના મામલે મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને કેસાં જામીન આપી દીધાં છે. આ સાથે જ ઈમરાનનો જેલમાંથી નિકળવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો...
02:42 PM Aug 29, 2023 IST | Viral Joshi

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાનના તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને તોશાખાના મામલે મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને કેસાં જામીન આપી દીધાં છે. આ સાથે જ ઈમરાનનો જેલમાંથી નિકળવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની તે અરજી પર સોમવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો જેમાં તેમણે તોશાખાના ભ્રષ્ટાચાર મામલામાં પોતાની ત્રણ વર્ષની જેલની સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. ચીફ જસ્ટીસ આમિર ફારૂક અને જસ્ટીસ આમિર ફારૂક અને ન્યાયમૂર્તિ તારિક મહમૂદ જહાંગીરીની બેચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

શું હતો કેસ?

નીચલી કોર્ટે આ મામલે પાંચ ઓગસ્ટના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ખાનને દોષિત ઠેરવતા ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. ખાન પર આરોપ હતો કે તેમણે વર્ષ 2018-2022 સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન તેમને અને તેમના પરિવારને મળતી ભેટોને ગેરકાયદેસર રીતે વેચી દીધી. સેશન્સ કોર્ટે તેમને આ મામલે દોષિત ઠેરવ્યા હતા. તેમના પર પાંચ વર્ષ માટે રાજકારણમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે તેના લીધે તેઓ આગામી સામાન્ય ચૂંટણી લડી શકશે નહી.

આ પણ વાંચો : અમેરિકામાં કોરોનાના કેસમાં વધારો, શિયાળામાં વિકરાળ સ્વરૂપ કરી શકે છે ધારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Former Pak PMImran KhanIslamabad HighcourtToshakhana Case
Next Article