Gujarat Police ને લઈને મહત્વના સમાચાર, DGP સિવાય કોઈ નહીં કરી શકે બદલી
Gujarat Police: ગુજરાત પોલીસને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત પોલીસના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. આ પહેલા એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ આઈજીને સોંપાઈ હતી. જેમાં અત્યારે બદલાવ કરવામાં આવ્યો છે.
અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરી દેવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે, બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ રહેશે
અત્યારે ગુજરાત પોલીસ (Gujarat Police)ના કર્મચારીઓ અને અધિકારીઓને લઈને ડીજીપી વિકાસ સહાય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પોલીસની આંતર જિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપાઈ છે. આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, એક રેંજમાં આંતરિક બદલીઓ અગાઉ રેંજ આઈજીને સોંપાઈ હતી. બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ થયા છે. ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ મોટી સમાચાર છે.