Good News : ગુજરાત પોલીસ અને SBI વચ્ચે મહત્વના MOU, જાણો શું થશે લાભ
ગુજરાત પોલીસ ના જવાનો માટે મહત્વના સમાચાર ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે પોલીસ જવાનોને રૂપિયા ૧ કરોડ નો અકસ્માત વિમો મળશે સંપૂર્ણ અને આંશિક વિકલાંગતા માં રૂપિયા ૮૦ લાખ થી...
05:51 PM Sep 08, 2023 IST
|
Vipul Pandya
- ગુજરાત પોલીસ ના જવાનો માટે મહત્વના સમાચાર
- ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ
- સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે
- પોલીસ જવાનોને રૂપિયા ૧ કરોડ નો અકસ્માત વિમો મળશે
- સંપૂર્ણ અને આંશિક વિકલાંગતા માં રૂપિયા ૮૦ લાખ થી ૧ કરોડ નો વિમો મળશે
- એર એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતો માં પણ પોલીસ જવાનો ને લાભ મળશે
ગુજરાત પોલીસ (Gujarat Police) ના જવાનો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ અને દેશની જાણીતી રાષ્ટ્રીયકૃત બેંક એસબીઆઇ (SBI) વચ્ચે અગત્યના એમઓયુ થયા છે અને એમઓયુ મુજબ સેલરી એકાઉન્ટ સાથે પોલીસના જવાનોને વિશેષ લાભ મળશે જેમાં 1 કરોડનો અકસ્માત વિમો મહત્વનો છે.

એસબીઆઇ બેંકે આ વખતે ગુજરાત પોલીસના જવાનોને વિશેષ લાભ આપ્યા
દેશના સુરક્ષા દળો માટે સદાય તત્પર કાર્ય કરી રહેલી એસબીઆઇ બેંકે આ વખતે ગુજરાત પોલીસના જવાનોને વિશેષ લાભ આપ્યા છે. ગુજરાત પોલીસ અને એસબીઆઇ વચ્ચે મહત્વના કરાર થયા છે જેમાં સેલરી એકાઉન્ટની સાથે પોલીસ કર્મીઓને વિશેષ લાભ મળશે. પોલીસ જવાનોને 1 કરોડનો અકસ્માત વીમો અપાશે જેમાં સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં 80 લાખથી 1 કરોડનો વીમો મળશે. આ ઉપરાંત એર એમ્બ્યુલન્સ સહિતનો પણ પોલીસ જવાનોને લાભ મળશે.
ગૃહ વિભાગ અને એસબીઆઇ વચ્ચે એમઓયુ
રાજ્યના ગૃહ વિભાગ અને એસબીઆઇ વચ્ચેના આ મહત્વના એમઓયુથી પોલીસ પરિવારોને ખાસ લાભ થશે કારણ કે પોલીસ કર્મીને અકસ્માત થાય કે તેનું ફરજ પર મૃત્યું થાય ત્યારે તેનો પરિવાર નોંધારો બની જાય છે અને તે સમયે આ પ્રકારના લાભ પોલીસ પરિવારને મળી શકશે.